તા.14ના જસદણ પાલિકાની સામાન્ય સભા

07 March 2018 03:05 PM
Jasdan
  • તા.14ના જસદણ પાલિકાની સામાન્ય સભા

બેઠકમાં બજેટને બહાલી મળશે કે શું? જનતામાં ઉત્તેજના

Advertisement

જસદણ તા.7
જસદણ નગરપાલિકા દ્વારા આગામી વર્ષ 2018-19ના અંદાજપત્ર (બજેટ)ની સામાન્ય સભા આગામી તા.14ને બુધવારના રોજ યોજાશે આ અંગે ચીફ ઓફીસર દ્વારા દરેક સભ્યોને લેખિત જાણ કરવામાં આવી છે.
જસદણ નગરપાલિકાના ઈતિહાસમાં અત્યાર સુધી દરેક સામાન્ય સભા ખાસ સામાન્ય સભા નગરપાલીકામાં જ યોજાય છે. ત્યારે આ સામાન્ય સભા કલેકટર કચેરીના મીટીંગ હોલમાં યોજાતા સ્થાનિક રાજકારણમાં આ વિષય ચર્ચાસ્પદ બનતા અનેક પ્રકારના તર્ક વિતર્કો સર્જાયા છે. ભુતકાળમારં અનેક સામાન્ય સભા ફકત પાંચ દસ અને પંદર મીનીટમાં પૂર્ણ સભ્યોએ કરી છે.
આગામી સામાન્યસભામાં સભ્યો વાંચી વિચારીને બહાલી આપશે કે પછી સમજયા જાણ્યા વગર સહી કરી થોડી મીનીટોમાં બહાલી આપશે તે અંગે પણ અનેક મતમતાંતરો સર્જાયા છે. બાંધકામ, ટાઉન પ્લાનીંગ, વોટર વર્કસ, સ્ટ્રીટલાઈટ, વિવિધ વેરાઓ સહિતની આવક જાવકના અંદાજો સાથે બજેટ તૈયાર કમરીને બજેટને આખરી ઓપ અપાશે ત્યારે જસદણ શહેરને નવું શું મળશે તે અંગે શહેરીજનોની મીટ મંડાઈ છે.


Advertisement