દેવીપુજક સમાજના પ્રશ્ર્નો ઉકેલવામાં તંત્રના ઠાગા ઠૈયા: અાંદોલન છેડાશે

07 March 2018 02:53 PM
Botad

બોટાદ જીલ્લાના ભીમડાદ ગામના: સૌરષ્ટ દેવીપુજક સમાજ દ્વારા મુખ્યમંત્રી-કલેકટરને રજુઅાત

Advertisement

રાજકોટ તા.૭ બોટાદ જીલ્લાના ભીમડાદ ગામના ગરીબી રેખામાં જીવન વ્યતિત કરતા દેવીપુજક સમાજના પ્રશ્ર્નોને સરકારી તંત્ર દ્વારા ઉકેલ ન અાવતા મુખ્યમંત્રી સહિત બોટાદ જીલ્લાના કલેકટર મામલતદાર વગેરેને રજુઅાત સૌરાષ્ટ્ર દેવીપુજક સમાજ દ્વારા કરાઈ છે. દેવીપુજક સમાજના સ્મશાન ભુમિ માટેની જમીન અંગે ફોમૅ અને ઠરાવ માટે યોગ્ય નિણૅય ન લેવાતા રજુઅાત કરાઈ છે. જો અા અંગે ત્વરિત પગલા નહી લેવાય તો ઉપવાસ અાંદોલન કરવામા અાવશે. તેમ સૌરાષ્ટ્ર દેવીપુજક સમાજના જેરામ સોલંકી, ધીરુભાઈ શેખલીયા દ્વારા જણાવાયંુ છે.


Advertisement