બોટાદની અાર.ટી.અો. કચેરીનો વહીવટ અણધડ: અનેક ફરિયાદો છતાં પરિણામ શુન્ય

07 March 2018 12:30 PM
Botad
Advertisement

(દિનેશ બગડીયા) બોટાદ તા.૭ બોટાદ જિલ્લાની અાર.ટી.અો. કચેરીમાં દલા તલવાડી જેવો ઘાટ કયાં સુધી? જેણે ફોર વ્હીલ અાવડે છે તેને લાયસન્સ મળતુ નથી જેને ફોર વ્હીલ નથી અાવડતી તેને લાયસન્સ મળી જાય છે. બોટાદ અાર.ટી.અો. કચેરી ઉપર અાર.ટી.અાઈ. કરીને માહિતી મંગાઈ છતા માહિતી મળતી નથી. જાે અાર.ટી.અાઈ. દ્વારા માહિતી ન અાપવામાં અાવે તો અાર.ટી.અાઈ. નો મતલબ શું? ગુજરાત માહિતી અાયોગના બેરુબે હુકમ હોવા છતા બોટાદ અાર.ટી.અો. કચેરી માહિતી અાપતી નથી તથા ઉપરોકત બાબતમાં વાહનવ્યવહાર મંત્રી વલ્લભભાઈ ગોબરભાઈ કાકડીયાને લેખીતમાં રજીસ્ટર અે.ડી દ્વારા ઘણી ફરીયાદો કરી છે. તેઅો અાંખ અાડા કાન કરે છે. તથા સાંસદ સભ્ય ભારતીબેન ધીરૂભાઈ શિયાળને રજુઅાત કરી હતી તો સંતોષકારક જવાબ મળતો નથી.


Advertisement