આઈપીએલની રોનક ઝંખવાશે: રંગારંગ કાર્યક્રમોમાં ખર્ચ કાપ

06 March 2018 07:24 PM
Sports
  • આઈપીએલની રોનક ઝંખવાશે: રંગારંગ કાર્યક્રમોમાં ખર્ચ કાપ

Advertisement

નવી દિલ્હી તા.6
ઈન્ડીયન પ્રીમીયર લીગ (આઈપીએલ)ની આ વર્ષે થયેલી હરરાજી બાદ જ ચર્ચાઈ રહ્યું હતું કે આ વખતે વૈશ્ર્વિક ટુર્નામેન્ટને વધુ રંગીન તથા ઝાકમઝોડ સાથે યોજવામાં આવશે. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલા પ્રશાસકોની સમીતી (સીઓએ) એ તેના ઉદઘાટન સમારંભ પર જ કાતર ફેરવી દીધી છે.
આઈપીએલના 11માં સત્રનો ઉદઘાટન સમારંભ અગાઉ 6 એપ્રિલે મુંબઈમાં કલબ ઓફ ઈન્ડીયા (સીસીઆઈ)માં યોજાવવાનો હતો. પરંતુ હવે 7 એપ્રિલે આ સત્રની પહેલા મેચ અગાઉ ઉદઘાટન સમારંભ વાનખેડે સ્ટેડીયમમાં યોજાશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલ અને ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પ્રથમ ઉદઘાટન સમારંભને આ લીગની પહેલાના એક દિવસે યોજવાની તૈયારી કરી હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે બોલીવુડ જ નહીં પરંતુ હોલીવુડની હસ્તીઓને પણ તેમાં આમંત્રીત કરવામાં આવશે. પરંતુ સીઓએ એ આ ખર્ચાળ સમારંભમાં ધરખમ ફેરફાર કરી નાખ્યો છે.
બીસીસીઆઈના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે સીઓએ નથી ઈચ્છીરહ્યું કે ઉદઘાટન સમારંભમાં 50 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે. આ માટે તેને એક દિવસ અગાઉ યોજવા માટે તૈયારી કરી હતી જેથી સમય અને નાણા બન્નેની બચત થાય. સાત એપ્રિલે પ્રથમ મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને ચેન્નઈ સુપરકીંગ્સની વચ્ચે રમવામાં આવશે. જયારે સમાપન 27 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં જ થશે. આઠ ટીમોવાળા આ 11માં સત્રમાં કુલ 60 મેચ 9 સ્ટેડીયમમાં રમાડવામાં આવશે. આઈપીએલ 2018 અત્યાર સુધીના તમામ સંસ્કરણોથી એકદમ ભિન્ન રહેશે. બીસીસીઆઈએ ઈન્ડીયન પ્રીમીયર લીગ (આઈપીએલ) માટે અમ્પાયર સમીક્ષા સીસ્ટમ (ડીઆરએસ)ને લીલીઝંડી આપી દેવામાં આવી છે. ડીઆરએસનો આઈપીએલમાં પ્રથમ વખત પ્રયોગ કરાશે. બીસીસીઆઈ વર્ષો સુધી તેનો વિરોધ કરતું આવ્યું છે. પરંતુ હવે તેને પોતાની મહત્વપૂર્ણ લીગમાં ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો છે. રેફરલ સીસ્ટમને લઈને તેનો વિરોધ કરી રહ્યું હતું. પરંતુ 2016ના ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ આ મામલે ઢીલુ પડયું હતું.


Advertisement