નિરવ મોદી ભારે ચાલાક: શોરૂમ અને બુટીક માલીકીના નહી ભાડે લીધેલા છે

06 March 2018 07:14 PM
India
  • નિરવ મોદી ભારે ચાલાક: શોરૂમ અને બુટીક માલીકીના નહી ભાડે લીધેલા છે

મુંબઈ-દિલ્હીના શોરૂમ લીઝ પર છે: આવકવેરા વિભાગે તે સીલ દૂર કરવા પડશે: છ ફલેટમાંથી ફકત ત્રણ જ અસ્તિત્વમાં છે સુરત-સેઝમાં જમીન સરકારી છાપરૂ મોદીનું

Advertisement

મુંબઈ: દેશના સૌથી મોટા બેન્ક ડીફોલ્ટર- નિરવ મોદી દેશ છોડીને નાસી ગયા બાદ તેની મિલ્કતો ધડાધડ સીલ કરવામાં આવી હોવાના ખબર અને રૂા.12000 કરોડના મનાતા ફ્રોડમાંથી રૂા.5000 કરોડથી વધુની વસુલાત થયાના દાવા વચ્ચે હવે જે મિલ્કતો સીલ થઈ છે તે વાસ્તવમાં નિરવ મોદીની માલીકીનીહોવા સામે પ્રશ્ર્ન ઉઠયા હતા તે સાચા પડયા છે.
સીબીઆઈએ સૌપ્રથમ નિરવ મોદીનો સાઉથ મુંબઈ ખાતેનો પોશ શોરૂમ સીલ કર્યો હતો પણ આ શોરૂમ ભાડાનો છે અને તે અહીના બીઝનેસમેન વારીજ શેઠીની માલીકીનો છે. આવી રીતે નિરવ મોદીની જે 29 પ્રોપર્ટી મુંબઈમાં જપ્ત થઈ છે તેમાં પાંચ ભાડે છે અને બાકીની મોટાભાગની પ્રોપર્ટી પર બેન્કનું અલગથી પ્રોપર્ટી ધિરાણ છે. આ તમામ મિલ્કતો નિરવ મોદીની માલીકીની નથી. 105 બેન્ક ખાતાઓ પણ તમામ નિરવ મોદીના નથી પણ તેના કુટુંબના છે. હવે તેઓને આ ફ્રોડ સાથે જોડવા એ એક પડકાર હશે. કારણ કે તેઓ સીધી રીતે આ ફ્રોડમાં સામેલ જ નથી. હવે નિરવ મોદીના શોરૂમને સીલ હટાવવા શેઠી ફેમીલીઓએ ટેક્ષ વિભાગને નોટીસ આપી છે. આ પ્રોપર્ટીનું લીવ એન્ડ લાયસન્સ પણ ડીસેમ્બર 2017માં જ પુરુ થયું છે અને નવું બન્યું નથી તેની સામાન્ય રીતે પણ તે જાન્યુઆરી 2018થી ખાલી કરવાનું હતું. નિરવ મોદીએ બાજુમાં રીધમ હાઉસમાં નવો શોરૂમ ખોલવાની તૈયારી કરી હતી અને આ લીવ ફકત ત્રણ માસ લંબાવ્યુ હતું અને હવે શેઠી ફેમીલીએ ડોકયુમેન્ટ રજુ કરતા જ આવકવેરા વિભાગે સીલ ખોલી આપવાની તૈયારી કરી છે. આ જ રીતે દિલ્હીના ડીફેન્સ કોલોનીનું બુટીક પણ લીવ લાયસન્સ પર છે. મુંબઈના ભવ્ય સમુદ્ર મહાલ બિલ્ડીંગમાં મોદીના છ ફલેટ હોવાનો દાવો છે પણ તેમાં બે ફલેટ તો બિલ્ડીંગમાં છે જ. 27-28 નંબરના ફલેટ પર બિલ્ડીંગમાં નથી અને ફલેટને 126-127-226 એમ ત્રણ ફલેટ તેના છે જેની કિંમત રૂા.100 કરોડ જાય છે. ઉપરાંત સુરતમાં તેના જે ડાયમન્ડ એકમો છે તે ડાયમન્ડ જેમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના છે. આ કંપની સેઝ ચલાવે છે ત્યાં જમીન આ સેઝની માલીકીની છે. ફકત નિરવ મોદીની કંપનીનો છે.


Advertisement