સરકાર રચાય એ અગાઉ ડખો: ત્રિપુરામાં ભાજપનો સાથી પક્ષ આડો ફાટયો; મેઘાલયમાં પણ એવા જ એંધાણ

06 March 2018 01:26 PM
India Politics
  • સરકાર રચાય એ અગાઉ ડખો: ત્રિપુરામાં ભાજપનો સાથી પક્ષ આડો ફાટયો; મેઘાલયમાં પણ એવા જ એંધાણ

મેઘાલયમાં સંગમાને ટેકો આપવા સભ્યોવાળો હિલ સ્ટેટ અધ્યક્ષ ડેમોક્રેટીક પાર્ટીનો ઈન્કાર ; આદિવાસીને મૂખ્યપ્રધાન બનાવવા, સન્માનજનક સ્થાન આપવા આઈપીએફટીની માંગ

Advertisement

અગરતલા તા.6
ઈશાનના ત્રણેય રાજયોમાં ડાબેરી મોરચા અને કોંગ્રેસ સાથે કેટલાક પ્રાદેશિક પક્ષોને પછડાટ આપ્યા પછી ભાજપ અને તેના સહયોગી પક્ષે તાનમાં આવી વિજયોત્સવ મનાવી રહ્યા છે, પણ ત્રિપુરા અને મેઘાલયમાં સરકાર રચાય એ પહેલાં દૂધમાં માખી પડી છે.ત્રિપુરામાં ભાજપના સહયોગી પક્ષ ઈન્ડીજનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી) એ જણાવ્યું હતું કે તેને પ્રધાનમંડળમાં સન્માનભર્યું સ્થાન આપવામાં નહીં આવે તો એ સરકારને બહારથી ટેકો આપશે.
આઈપીએફટીના અધ્યક્ષ એન.સી.દેબ્રામએ ‘સન્માનજનક’નો અર્થ સમજાવતા જણાવ્યું હતું કે અમારા ધારાસભ્યોને પ્રમાણસર પ્રતિનિધિત્વ અને મહત્વના ખાતા મળવા જોઈએ.તેમણે જણાવ્યું હતું કે કેબીનેટમાં માનવનું સ્થાન નહીં મળે તો અમે વિધાનસભામાં અલગ બ્લોક માગીશું.ભાજપ અને આઈએફટીએ તાજેતરની ચૂંટણીઓમાં વિધાનસભાની 59માંથી 46 બેઠકો મેળવી ડાબેરી ગઢને જમીન દોસ્ત કર્યો હતો. ભાજપે એકલા હાથે 35 બેઠકો મેળવી હતી, જયારે આઈપીએફટીને 8 બેઠકો મળી છે.
દેબ્રામાએ મુખ્યપ્રધાન આદિવાસી ધારાસભ્યોમાંથી પસંદ કરાય તેવી માંગણી પણ કરી છે.બીજી બાજુ, મેઘાલયમાં પણ એનપીપીના કોનાર્ડ સંગમા આજે શપથ લે તે અગાઉ ડખો થયોછે. બે ધારાસભ્યો ધરાવતી હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીએ ટેકો આપવા ઈન્કાર કર્યો છે. જો કે તેમને 60 સભ્યોવાળી વિધાનસભામાં હજુ પણ 32 ધારાસભ્યોનો ટેકો છે.રવિવારે નેશનલ પીપલ્સ પાર્ટીના વડા સંગમાએ હિલ પાર્ટીનો ટેકો હોવાનો દાવો કર્યો હતો. આ પ્રાદેશિક પક્ષે સંગમા મુખ્યપ્રધાન બને અને ભાજપ સરકારમાં જોડાય એનો વિરોધ કર્યો છે.
એચએસપીડીપીએ તેનાં ચૂંટણી અગાઉના સાથી પક્ષ યુનાઈટેડ ડેમોક્રેટીક પાર્ટી (યુડીપી)ના વડા ડોકુપર રોયને પોતાના નિર્ણયની જાણ કરી હતી.
કોનાર્ડ સંગમા હાલ તુરા વિસ્તારના લોકસભાના સભ્ય છે તે વિધાનસભ્ય નથી.


Advertisement