વિંછીયા તાલુકાના પીપરડી ગામે ત્રિવિધ કાયૅક્રમ યોજાઈ ગયો

06 March 2018 12:36 PM
Jasdan
Advertisement

વિંછીયા તા.૬ વિંછીયા તાલુકાના પીપરડી (અાલાખાચર) ગામે ત્રિવિધ કાયૅક્રમ યોજાઈ ગયો. સરસ્વતી અેજયુકેશન અેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પીપરડી સંચાલિત શ્રી જ્ઞાનિ મંદિર પીપરડી દ્વારા પીપરડી ગામે શાળાના નવા બિલ્ડીંગનંુ ભુમિપૂજન, અેસ.અેસ.સી. અને અેચ.અેચ.સી.ના વિધાથીૅઅોનો વિદાય સમારંભ અને ઉપસ્થિત મહાનુભાવોનો સન્માનવાનો કાયૅક્રમ યોજાયા હતો. અા રંગારંગ કાયૅક્રમમાં અાશીૅવચન અાપવા અાત્માનંદ સરસ્વતીજી બાપુરુભજનાનંદ અાશ્રમ બોટાદ, વિક્રમગીરી બાપુ, મહંત ઘેલા સોમનાથ: કંુવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય જસદણ: ઋત્વિકભાઈ મકવાણા, ધારાસભ્ય ચોટીલા સહિતના મોટી સંખ્યામાં વાલીઅો સહિત ગ્રામ્યજનો જોડાયા હતા. કાયૅક્રમને અંતે ભોજનરુપ્રસાદનંુ અાયોજન હતંુ. કાયૅક્રમને અંતે પ્રમુખ અશ્ર્િવનભાઈ સાંકળીયાઅે અાભાર વિધી કરી હતી.


Advertisement