સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના 11 જીલ્લાના બોર્ડના પેપરો રાજકોટમાં

05 March 2018 04:51 PM
Rajkot Education Saurashtra
  • સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના 11 જીલ્લાના બોર્ડના પેપરો રાજકોટમાં
  • સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના 11 જીલ્લાના બોર્ડના પેપરો રાજકોટમાં

શિક્ષણ બોર્ડના સચીવ દ્વારા બિલ્ડીંગ કંડેકટરોને માર્ગદર્શન: કાલે પરીક્ષા સમિતિની બેઠક ; ચૌધરી હાઈસ્કુલ ખાતેથી જીલ્લા વાઈઝ વિતરણ કરાશે: ઉતરવહીઓ-સ્ટેશનરી સહિતનું સાહીત્ય પણ કરણસિંહજી હાઈસ્કુલમાં આવી પહોંચ્યુ: રવિવારે વિદ્યાર્થીઓ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા નિહાળી શકશે

Advertisement

રાજકોટ તા.5
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.12 માર્ચથી પ્રારંભ થનારી ધો.10 અને ધો.12 ની પરીક્ષા રાજકોટ સહીત રાજયભરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને વિદ્યાર્થીઓ ટેન્શનમુકત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જેમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના 11 જીલ્લાઓને ધો.10 અને 12 ની પરીક્ષાનાં પેપરોનું રાજકોટ ખાતેથી વિતરણ કરવામાં આવનાર હોય આ પેપરો આજે સાંજ સુધીમાં રાજકોટ ખાતે આવી પહોંચનાર છે. આ પેપરોનું ચૌધરી હાઈસ્કુલ ખાતેથી આવતીકાલથી જીલ્લાવાઈઝ વિતરણ શરૂ કરી દેવામાં આવનાર છે.
તેમજ રાજકોટ શહેર-જીલ્લાની ઉતરવહીઓ પુરવણી સહીતનું સાહીત્ય પણ કરણસિંહજી હાઈસ્કુલ ખાતે આવી પહોંચેલ છે.
દરમ્યાન શિક્ષણ બોર્ડનાં સચીવ પંચાલે પણ આજે રાજકોટમાં પડાવ નાંખી વિરાણી હાઈસ્કુલ ખાતે ધો.10 અને 12 ના બીલ્ડીંગ કંડેકટરો સાથે વિરાણી હાઈસ્કુલમાં ખાસ બેઠક યોજી બોર્ડની પરીક્ષા સંદર્ભે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.
આ વખતે રાજકોટ સહીત રાજયભરમાં 17.14 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસનાર છે. જેમાં ધો.10 ના 1103674 ધો.12 સામાન્ય પ્રવાહનાં 476634 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહનાં 134671 આ કસોટીમાં બેસનાર છે.
રાજકોટ શહેર જીલ્લામાં બોર્ડની આ કસોટી સુચારૂરૂપથી લેવાય તે માટે આવતીકાલે તા.6 ના રોજ રાજકોટ જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની ખાસ બેઠક આયોજીત કરવામાં આવી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ આ પરીક્ષાનો એકશન પ્લાન જાહેર કરી દેવાયા બાદ આવતીકાલે પરીક્ષા સમિતિની બેઠકમાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી દ્વારા પણ રાજકોટ શહેર જીલ્લાનો એકશન પ્લાન જાહેર કરવામાં આવનાર છે. તેમજ પરીક્ષાનાં 24 કલાક અગાઉ કરણસિંહજી હાઈસ્કુલ ખાતે ખાસ ક્ધટ્રોલ રૂમ પણ ધમધમતો કરી દેવામાં આવનાર છે.


Advertisement