ભાજપ ત્રિપુરામાં ભલે જીત્યો પણ પશ્ર્ચિમ બંગાળમાં કયારેય જીતી નહીં શકે

05 March 2018 02:39 PM
India Politics
  • ભાજપ ત્રિપુરામાં ભલે જીત્યો પણ પશ્ર્ચિમ બંગાળમાં કયારેય જીતી નહીં શકે

મમતા બેનરજીએ ભાજપના વિજયની મશ્કરી ઉડાવી, કહ્યું

Advertisement


કોલકતા તા.5 : ત્રીપુરામાં બીજેપીના વિજયની મશ્કરી ઉડાવતા ટીએમસીના નેતા અને પશ્ર્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ગઈકાલે જણાવ્યું હતું કે, બીજેપી પશ્ર્ચિમ બંગાળ અને ઓડીશામાં કયારેય જીતી નહિં શકે પશ્ર્ચિમ બંગાળ અને ઓડીશામાં સતા હાંસલ કરવાનાં બીજેપીનાં પ્રયાસો વાંદો પીછા લગાવીને મોર દેખાવાના સ્વપ્નો સમાન છે. ત્રીપુરા વિધાનસભાની ચૂંટણીના પરીણામો સીપીઆઈ (એમ)ની શરણાગતિ અને કોંગ્રેસની નિષ્ફળતા દર્શાવે છે.જો રાહુલ ગાંધી ટીએમસી અને પહાડી પ્રદેશોના સ્થાનીક પક્ષો સાથે ચૂંટણી-સમજુતિ કરવા તૈયાર થયા હોત તો એ વિધાનસભા ચૂંટણીઓના પરીણામો નજીકના ભવિષ્યમાં કેટલાક રાજયોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં મદદરૂપ નહિં થાય.

બીજુ શું-શું કહ્યું મમતા બેનરજીએ?
26 લાખ મતદારો અને બે સંસદીય બેઠકો ધરાવતા રાજયમાં પાંચેક ટકા વોટના તફાવતથી જીત મેળવવામાં ખુબ રાજી થઈ જવા જેવું કંઈ નથી.આ ચુંટણીઓમાં સીપીઆઈ (એમ)નો પર્ફોમન્સ સારો છે.ફકત પાંચ ટકા વોટનો તફાવત છે. ત્રીપુરામાં બીજેપીના પ્રતિકાર માટે સીપીઆઈ (એમ) તરફથી કોઈ ગંભીરતા દાખવવામાં આવી નહોતી. એવુ શા માટે બન્યુ એ સમજાતું નથી. આપણે એ બાબતનું વિશ્ર્લેષણ કરવુ જોઈએ. બીજેપી માટે પશ્ર્ચિમ બંગાળ અને ઓડીશામાં જીતવુ અશકય છે. તેઓ કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ હારી જશે. ગુજરાત વિધાનસભામાં બીજેપીનો નૈતિક પરાજય થયો હતો.
2019 ની લોકસભાની ચૂટણી માટે બીજેપી માટે જબરજસ્ત આંચકા સમાન સાબીત થશે. તેઓ ફરી કેન્દ્રમાં સતા પર આવી નહિ શકે પશ્ર્ચિમ બંગાળ અને ઓડીશામાં સતા મેળવવાની એમની આકાંક્ષા ફકત સ્વપ્ન જ રહેશે. એ સ્વપ્ન સાકાર નહિં થાય.


Advertisement