ત્રણ વષૅની બાળકી પર દુષ્કમૅ અાચરનાર અારોપીને ઝબ્બે કરી કડક સજા કરો: રાજપૂત કરણીસેના

13 February 2018 08:15 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.૧૩ તાજેતરમાં રાજકોટમાં ત્રણ વષૅની બાળા પર દુષ્કમૅ અાચરેલ અને હત્યાના અારોપીને તાકીદે ઝબ્બે કરવા અને અારોપીને કડક સજા કરવાની માંગ રાજપૂત કરણીસેનાઅે કરી છે. અેક સમયે શાંત ગણાતુ શહેર અેવા રાજકોટમાં છાશવારે અનેક દુષ્કમૅ સહિતના અન્ય બનાવો બની રહયા છે. દુષ્કમૅ અાચરી બાળકીની હત્યા કરનાર નરાધમને શહેરની પોલીસ પાંચરુપાંચ દિવસ થયા છતા પકડવામાં પોલીસ નિષ્ફળ નિવડી રહી છે જે તંત્ર માટે શરમજનક બાબત છે. તેમજ કાયદો વટાવસ્થા પણ લથડી રહી છે. ત્યારે અન્ય અાવા ખરાબ અને રાજકોટને શરમાવે તેવા બનાવનંુ પુનરાવતૅન ન થાય તેમજ અા નરાધમને પકડી રાખત સજા કરવામંા અાવે તેવી રજુઅાત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને કરવામંા અાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સરસ, ગાંજા તથા કેફી પ્રવાહી પીણાનંુ રાજકોટમાં બે ટોકટોક વેચાણ થતું હોય અા બનાવ પણ નશાખોરને કારણે બનવા પામેલ છે. તો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અઘ્ધરનાલ બની છે. શહેર અવરાધી નગર બન્યંુ હોય તાત્કાલીક શહેરની જનતાને પોલીસ છે તેવો અહેસાસ થવો જોઈઅે અને અા બાળાના અારોપીનંુ પોલીસ જાહેરમાં સરઘસ કાઢી કુકડો બનાવવાની માંગ રાજપૂત કરણીસેના દ્વારા કરાઈ છે.


Advertisement