રાજકોટ ડિસ્ટ્રીકટ કોરુઅોપરેટીવ બેંક લી.ની મુલાકાતે અોરીસ્સાની બાલાસોર ભદ્રક સેન્ટ્રલ બેંકનંુ બોડૅ

13 February 2018 08:14 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.૧૩ રાજકોટ ડિસ્ટ્રીકટ કોરુઅોપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી.અેમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ખેડુત અગ્રણી, સાંસદ પોરબંદર તથા વાઈસ ચેરમેન ઈફકો, ડાયરેકટર ગુજકોમાસોલ વિઠલભાઈ રાદડીયાના સુદ્રઢ વહિવટથી રાજકોટ ડિસ્ટિ્રકટ કોરુઅોપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી અાવેલ છે બેંકના ચેરમેન તરીકે વિઠલભાઈ રાદડીયાના કુશળ વહીવટના કારણે નાબાડૅે પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઈ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની રાજકોટ ડિસ્ટ્રીકટ કોરુઅોપ. બેંકની અેકસપોઝર વિઝીટ ગોઠવી અા બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડુતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઅોનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનંુ અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડુતોના વિકાસ લક્ષી પ્રવૃતિ કરે તેવા નાબાડૅના અભિગમના ભાગરૂપે અોરીસ્સા રાજયની બાલાસોર ભદ્રક સેન્ટ્રલ કોરુઅોપરેટીવ બેંક લી.ના બોડૅ અોફ ડિરેકટસૅ તથા અધિકારીઅોની બેંકના પ્રેસીડેન્ટ રઘુનાથ લેંકા સાહેબના પ્રતિનિધિત્વ હેઠળની ટીમઅે રાજકોટ ડિસ્ટિ્રકટ કોરુઅોપ. બેંકની મુલાકાત લઈ બેંકની વિવિધ પ્રવૃતિઅોનો અભ્યાસ કરેલ હતો.બાલાસોર ભદ્રક સેન્ટ્રલ કોરુઅોપરેટીવ બેંક લી.ના બોડૅ અોફ ડિરેકટરઅો અા બેંકની ઉપરોકત બેનમૂન કામગીરી, બેંકની મુખ્ય કચેરીમાં ર૪ કલાક ૩૬પ દિવસ લોકર અોપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના ૧૦.૦૦ વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઈ ખૂબ જ પ્રભાવિત થયેલ અને અા બેંકના ચેરમેન વિઠલભાઈ રાદડીયા, બોડૅ અોફ ડિરેકટસૅ તથા બેંકના મેનેજમેન્ટને ધન્યવાદ અાપ્યા હતા. બેંકની મુખ્ય કચેરીની મુલાકાત બાદ બાલાસોર ભદ્રક સેન્ટ્રલ કોરુઅોપરેટીવ બંેકની ટીમે બેંક સાથે જોડાયેલ ફતેપર જુથ સેવા સહકારી મંડળી લી.ની મુલાકાત લીધી હતી.


Advertisement