શિક્ષણ સમિતિનું 12,6.74 કરોડનું બજેટ મંજૂર

13 February 2018 08:13 PM
Rajkot
  • શિક્ષણ સમિતિનું 12,6.74 કરોડનું બજેટ મંજૂર

સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ અને વોર્ડ નં.18માં નવી શાળા : સ્માર્ટ કલાસ માટે ફાળવણી : નરેન્દ્રસિંહ ઠાકુર

Advertisement

રાજકોટ તા.13
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ શાળા બોર્ડની મીટીંગમાં સને 2018/19નું અંદાજપત્ર રૂા.1,26,11,000નું સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે. આજની મીટીંગમાં ગત સભાની કાર્યવાહી વંચાણે લઇ તેને બહાલ કરવામાં આવી હતી.
પ્રારંભે શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે અંદાજપત્રની વિવિધ માહિતીઓ, નવી શાળાઓ, શાળા વિકાસ પ્રવૃતિ, સ્માર્ટ કલાસ સંદર્ભે સભ્યોને માહિતગાર કર્યા હતા. આ તકે વા.ચેરમેન અલ્કાબેન કામદાર, જગદીશભાઇ ભોજાણી, સંજયભાઇ હિરાણી, ડો.રાજેશ ત્રિવેદી, કિશોરભાઇ રાઠોડ, મુકેશભાઇ મહેતા, કિરણબેન માકડીયા, ધીરજભાઇ મુંગરા, મુકેશભાઇ ચાવડા, રહીમભાઇ સોરા, ડો.ગૌરવીબેન ધૃવ, ભારતીબેન રાવલ તેમજ ઇન્ચાર્જ શાસનાધિકારી સપનાબેન પરમાર હાજર રહ્યા હતા. આજ રોજ કુલ 6 ઠરાવોને મંજુરી અપાઇ.
શિક્ષણ સમિતિના બજેટમાં સરકારનો ફાળો, કોર્પોરેશનનો ફાળો સહિત કુલ રૂા.12,674.11 લાખ રૂ.સાથે સરકારની આવક રૂા.98,79,પ7,000 તથા કોર્પોરેશનના ફાળાની આવક રૂા.27,94,પ4,000 અંદાજવામાં આવેલ છે. વોર્ડ નં.18માં શિવધારા સોસાયટીની આસપાસ શાળા નં.99 માટે તથા વોર્ડ નં.1માં સ્ટર્લીંગ હોસ્પિટલની પાછળ નવી શાળા બનાવવામાં આવશે. દરેક શાળામાં સ્માર્ટ કલાસ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા ગુરૂવંદના એવોર્ડ, ધો.1-8ના બાળકો માટે કોમ્પ્યુટર શિક્ષણ તથા શાળા વિકાસની વિવિધ પ્રવૃતિઓ માટે અંદાજપત્રમાં જોગવાઇ રાખેલ છે. તેમ શિક્ષણ સમિતિના ચેરમેન દેવેન્દ્રસિંહ ઠાકુર અને વા.ચેરમેન અલ્કાબેન કામદારે જણાવેલ છે.
સને 2018-19ના અંદાજપત્રમાં રાષ્ટ્રીય પર્વ ઉજવણી, શૈક્ષણિક ઇતર પ્રવૃતિ, તેજસ્વી બાળકો સન્માન, શૈક્ષણિક સેમીનાર સાથે સંગીત તાલીમ કાર્યક્રમ વિવિધ પ્રવૃતિ, વાલી સંમેલન જેવા વિવિધ કાર્યક્રમો માટે જોગવાઇ રાખવામાં આવેલ છે. શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે મનોરંજન સ ાંસ્કૃતિક વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવશે. સમગ્ર બજેટ તૈયાર કરવાની કામગીરીમાં એકાન્ટ શાખાના અમીતભાઇ શુકલે કામગીરી કરી હતી.


Advertisement