11થી 15 એપ્રિલ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો

13 February 2018 08:12 PM
Rajkot
  • 11થી 15 એપ્રિલ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ આયોજીત મેળામાં 20 દેશોમાંથી 200 બિઝનેસમેન ભાગ લેશે: વેપાર-ઉદ્યોગને નિકાસ માટે નવી દિશા

Advertisement

રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર કચ્છના હજારો એવા લઘુ ઉદ્યોગો છે જે નિકાસ થઈ શકે તેવી અનેક પ્રોડકટ બનાવે છે પરંતુ વિદેશમાં અનેક દેશોમાં માર્કેટીંગ માટે ફરવું. ગ્રાહકો શોધવા તેમના માટે કઠીન હોય છે. ખર્ચની દ્દષ્ટિએ પણ ના પોસાય અને સમય પણ ખુબ જોઈએ. આ પરિસ્થિતિના ઉકેલ સ્વરૂપે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું તા.11થી 15મી એપ્રિલ સુધી યોજાશે.
છેલ્લા 3 વર્ષમાં લગભગ 40 દેશોના 500 કરતા વધુ બિઝનેસમેન રાજકોટ આવી ચુકયા છે અને નિયમીત રૂપે બિજનેસ ડેલીગેશન પણ આવવા લાગ્યા છે. જે અમારા અભિગમની સફળતા દર્શાવે છે. વ્યવસાય વૃધ્ધીની સ્તાનીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ ત્રિવિધ તક પુરી પાડતા આ આયોજનમાં અનેક સંગઠનો જોડાયા છે. બ્રિટન ક્ધટ્રી પાર્ટનર છે જયારે જર્મન સરકારની સંસ્થા જીઆઈઝેડ ઈનોવેશન પાર્ટનર છે. ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, કૃષિ વિભાગ, પર્યટન વિભાગ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, ઈન્ડેકસ બી. ગુજરાત એગ્રો, ગુજરાત ટુરીઝમ, ગુજરાત ઈન્ફોરમેટીકસ સહિતના નિગમો પણ સહયોગ આપી રહ્યા છે. આ શોના ઉદઘાયન માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નિમંત્રણ આપવામાં આવેલ છે. હેલ્થ કેર, ફાર્માસ્યુટિકલ, મેડીકલ ટુરીઝમ, આયુર્વેદીક દવાઓ અને કોસ્મેટીકસ, ગાર્મેન્ટસ અને ટેકસટાઈલ્સ, એગ્રીકલ્ચરલ ઈવીપમેન્ટસ, ફર્ટીલાઈઝર અને પેસ્ટીસાઈઝ, ક્ધસ્ટ્રકશન મશીનરી અને સાધનો સિરામિકસ અને સેનેટવેર, બેરિંગ, ટુલ્સ, મશીનરીઓ, ઈમીટેશન જવેલરી, બુટ ચપ્પલ સહીત અનેક પ્રોડકટસ માટે ખુબજ મોટુ માર્કેટ આફ્રિકન દેશો સુદાન, ઝામ્બિયા, ડીઆરકોન્ગો, નાઈજીરીયા, સેનેગલ, ટોગો, બુર્કિના ફ્રાસો, મોઝામ્બિક, માડાગસ્કર, ઘાના, તાન્ઝાનિયા, યુગાન્ડા, કેન્યા, રવાન્ડા, ગાંબીયા, ઈથોપિયા, ઓમાન, મોરેશિયસ અને સાઉથ એસીઅન દેશો જેવા કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંક, ભૂતાન, નેપાળમાં મળી શકે તેમ છે. સંસ્થા દ્વારા જયાં મોટા પ્રમાણમાં માંગ છે પણ ઉત્પાદન નથી તે દેશો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે જેથી નિકાશ વ9પારમાં લઘુ ઉદ્યોગો પણ મોટો હિસ્સો લઈ શકે.
નબળી ગુણવતા અને બીઝનેશની અવ્યવહારૂ નિતીઓને કારણે વિશ્ર્વના દેશોમાં ચાઈના પોતાની પકડ ગુમાવી રહ્યું છે ત્યારે ભારતના અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગો આ તક વધુ સારી રીતે ઝડપી શકે તેમ છે કારણ કે લગભગ 1 કરોડ કરતા વધુ ગુજરાતીઓ આજે વિશ્ર્વભરમાં પથરાયેલા છે અને તેમના માધ્યમ અને સંપર્કનો ઉપયોગ કરવાથી મોટુ માર્કેટ સર કરી શકાય તેમ છે.
સંસ્થા દ્વારા મીશન 2015 અંતર્ગત 2015થી 2015 દરમ્યાન શરૂ થયેલ આ દેશી મેળામાં વિદેશી વેપારના સિધ્ધાંતને તમામ જિલ્લા મથકો સુધી લઈ જઈને દરેક જીલ્લામાં આવા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાઓ યોજાય અને વિદેશી ગ્રાહકો આવે અને નિકાસ વૃધ્ધિ થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. આ શો માં ભાગ લેનાર લઘુઉદ્યોગો કે જેઓ ઈએમઆઈ 11 હેઠળ અથવા ઉદ્યોગ આધાર ઉત્પાદન હેઠળ રજીસ્ટર થયેલ હોય તેમને સ્ટોલની કીંમતના 40% સુધીની સબસીડી મળવા પાત્ર છે.
રાજકોટ ખાતે આગામી 11થી 15 એપ્રીલ 2018 પાંચ દિવસ માટે આ વેપાર મેળો એનએસઆઈસી સેન્ટર, આજી વસાહત 80 ફૂટ રોડ અમુલ સર્કલ ખાતે યોજાશે આ ઈવેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા બિજનેશમેનને ાયિતશમયક્ષિ.ંતદીળઽલળફશહ.ભજ્ઞળ અથવા વોટ્સઅપ નંબર +918128411456 પર સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ, 304 રજત કોમ્પ્લેક્ષ, સરદારનગર મેઈન રોડ રાજકોટનો સંપર્ક સાધવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના ટ્રેઝરર અને ટ્રસ્ટી મહેશભાઈ નગદીયા, દિનેશભાઈ ઠકકર પ્રશાંતભાઈ ગોહીલની યાદીમાં જણાવાયું છે.
ડિરેકટરીનું ફ્રિ વિતરણ
રાજકોટની ડી.પી. ઈન્ફોનેટ દ્વારા ગુજરાત સરકારના સહયોગ અને ગુજરાતના વિવિધ ઔદ્યોગીક સંગઠનોના સહયોગથી છેલ્લા 12 વર્ષથી વાયબ્રન્ટ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડીરેકટરી પ્રસિધ્ધ કરવામાં આવે છે જેની 13મી આવૃતિ આગામી એપ્રીલ માસ દરમ્યાન યોજાનારા આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દરમ્યાન પ્રસિધ્ધ કરવામાં આવશે જેમાં 30 હજાર જેટલા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવનાર છે. તમામ નાના મોટા ઉદ્યોગોને ફ્રિ લીસ્ટીંગ આપવામાં આવે છે ડિરેકટરનું વિતરણ ઔદ્યોગીક એકમોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે.


Advertisement