ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સદસ્યોએ સૌરાષ્ટ્રમાં અંગદાન પ્રવૃતિ વેગવંતી બનાવી

13 February 2018 08:11 PM
Rajkot
  • ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સદસ્યોએ સૌરાષ્ટ્રમાં અંગદાન પ્રવૃતિ વેગવંતી બનાવી

પ્રજાપતિ સમાજની પ્રથમ અંગદાતા દિકરીની યાદમાં ; દિકરી રાધિકાની સ્મૃતિમાં વધુને વધુ અંગદાનનો નિર્ધાર

Advertisement

રાજકોટ તા.13
14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. પ્રેમનાં સ્વીકારનો પવિત્ર દિવસ. પરંતુ આ શુભ દિવસ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્યો માટે એક આગવું સ્થાન ધરાવે છે. કારણકે એ દિવસ એમના એક સક્રિય સભ્ય શ્રીમતી ભાવનાબેન મંડલીની લાડકી દીકરી રાધિકાનો (જેના અંગદાન 24 એપ્રિલ 2016 પછી સૌરાષ્ટ્રમાં અંગદાનની ઘણી જાગૃતિ આવી) જન્મદિવસ છે. આ દિવસને એક આગવી રીતે ઉજવવાનું ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્યોએ નક્કી કર્યું. આ દિવસે રાધિકાને યાદ કરી વધુ ને વધુ લોકોમાં અંગદાનની જાગૃતિ ફેલાય એવું કાર્ય કરવું. જોગાનુજોગ 11 ફેબ્રુઆરી ના રોજ એમની જ જ્ઞાતિના સમુહલગ્નનો ભવ્ય સમારંભ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ જેમાંં ભાવનાબેનનું એક પ્રેરણાદાયી કાર્ય કરનાર માતા તરીકેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના ડો દિવ્યેશ વિરોજા અને ડો સંકલ્પ વણઝારાએ ઉપસ્થિત લોકોને અંગદાનની વિસ્તૃત સમજ આપી. ત્યારબાદ રાધિકાને યાદ કરી નીતિનભાઈ ઘટાલિયાની પ્રેરણા થી ઉપસ્થિત લગભગ 20000 જેટલા લોકોએ સમાજમાં અંગદાનની જાગૃતિ ફેલાવવાનો અને તેમાં સહાયક થવાનો મક્કમ નિર્ધાર કર્યો. આમ પ્રજાપતિ સમાજની આ પ્રથમ અંગદાતા દીકરીની યાદમાં સમગ્ર પ્રજાપતિ સમાજે એને જલાવેલી જ્યોત ને એક મશાલમાં પરિવર્તિત કરી એક ઉમદા કાર્ય કર્યું છે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝાલાવાડ સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રમુખ દલપતભાઇ ચૌહાણ અઘ્યક્ષ ઈશ્વરભાઈ ઘાટલીયા અશોકભાઈ મુલીયા ચંદુભાઇ ભલગામા ભગવાનભાઈમંડલી નટુભાઈ જાદવ ખીમજીભાઈ ખોરદીયા અશોકભાઇ સાકરીયા મનસુખભાઇ તલસાણીયા વિજયભાઇ ભલગામા રામજીભાઇ લખતરીયા અને નીતિનભાઈ ઘાટલીયાએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના સભ્યોએ રાધિકાના આ અંગદાનથી સમાજમાં અંગદાનની જાગૃતિ વધે એ માટે આ સત્ય ઘટના પર એક શોર્ટ ફિલ્મ પણ બનાવી છે અને આ રીતે રાધિકાને ભાવાંજલી આપી છે. જેનો પ્રીમિયર શો ટૂંક સમયમાં યોજવામાં આવશે.


Advertisement