વેલેન્ટાઈન ડે ઓકે પણ લવજેહાદથી ચેતજો: બજરંગદળે ચોતરફ પોષ્ટર લગાવ્યા

13 February 2018 08:10 PM
India
  • વેલેન્ટાઈન ડે ઓકે પણ લવજેહાદથી ચેતજો: બજરંગદળે ચોતરફ પોષ્ટર લગાવ્યા

Advertisement

અમદાવાદ: આવતીકાલે વેલેન્ટાઈન ડેની ઉજવણીનો આખરી દિન છે અને પ્રથમ હૈયામાં કાલે મનભરીને ઉજવવા માંગે છે તે સમયે ફરી એક વખત બજરંગદળે અમદાવાદની કોલેજો અને પ્રેમીઓના મળવાના સ્થળો પર લવ-જેહાદ સામે ચેતવણીના પોષ્ટર અને સ્ટીકર લગાવ્યા છે. આ પોષ્ટરમાં એક તરફ મુસ્લીમ બુરખા સાથેનો અડધો ચહેરો પ્રદર્શિત કર્યો છે તો બીજી તરફ ચાંદલા સાથે હિન્દુ યુવતીનો અડધો ચહેરો છે. બજરંગદળે આ પોષ્ટર સ્ટીકરની જવાબદારી લેતા કહ્યું કે અમો નવી પેઢીને ખાસ કરીને હિન્દુ કોલેજગર્લ યુવતીઓને લવ જેહાદમાં નહી ફસાવવા ચેતવવા માંગીએ છીએ. અમો પ્રેમ સામે વિરોધ કરતા નથી પણ પ્રેમના નામે જે રીતે યુવતીઓને ફસાવવામાં આવે છે તથા પ્રેમની જે ભદ્રી-તસ્વીરો જાહેરમાં મુકવામાં આવે છે તેની સામે વિરોધ કરીએ છીએ. વેલેન્ટાઈન ડેના કાર્ડમાં પણ જે રીતે કિસીંગ તસ્વીરો મુકાય છે. તેની સામે પણ બજરંગદળને વિરોધ છે. બજરંગદળના અમદાવાદના પ્રમુખ જવલીત મહેતાના જણાવ્યા મુજબ પશ્ર્ચીમી સંસ્કૃતિમાં જે સારુ હોય તે સ્વીકાર્યુ છે. અમોને વેલેન્ટાઈન ઉજવણી સામે પણ વાંધો નથી પણ તેમાં લવજેહાદ જેવા તત્વો ઘૂસી ગયા છે. ઉપરાંત અનેકમાં કોલેજ ગર્લ- યુવતીઓ સાથે છેતરપીંડી થાય છે તેની સામે અમારો વિરોધ છે.


Advertisement