ભાંગ કદાચ આવતા વર્ષે પીવા ન મળે; 2018માં જ વિશ્ર્વનો અંત નકકી હોવાનું માનતા અંકશાસ્ત્રી

13 February 2018 08:09 PM
Astrology India
  • ભાંગ કદાચ આવતા વર્ષે પીવા ન મળે; 2018માં જ વિશ્ર્વનો અંત નકકી હોવાનું માનતા અંકશાસ્ત્રી

આવતા મહિનાથી અંધાધુંધી ભણી દોરી જનાર ઘટનાઓ બનવા લાગશે

Advertisement

લંડન તા.13
2018માં વિશ્ર્વનો અંત આવી રહ્યો હોવાનું કમ સે કમ અંકશાસ્ત્રીઓ માને છે.
આ વાંચી મંગળવાર તમને ભારે લાગતો હોય તો કામે એ બરાબર વાંચ્યું છે. તમારી જે કંઈ યોજના હોય, બધું બંધ કરી ડેવિડ મીડ જે કંઈ કહે છે તે સાંભળો. ડેવિડ મીડ કોણ છે એ ન જાણતા હો જાણી લોકો એ કોન્સપિરલી સર્કલમાં આ અંકશાસ્ત્રી જાણીતા છે.
આ સંશોધકે અગાઉ એવી આગાહી કરી હતી કે વિશ્ર્વનો 2017માં અંત આવશે. 2018ના બે માસ પછી એવું લાગે છે કે મીડે પૃથ્વીના વિનાશની તારીખ પાછી ઠેલી છે.તાજા નિવેદનમાં મીડે જણાવ્યું છે કે માર્ચ 2018થી કેટલાક એવા બનાવો બનશે જેસંપૂર્ણ અંધાધુંધી તરફ દોરી જશે અને આપણે જે જાણીએ છીએ એ વિશ્ર્વનો અંત આવી જશે.
મીડએ યુકેના ડેઈલી એકસપ્રેસને જણાવ્યું હતું કે હું દરેક મહિનાનો અભ્યાસ કરતો જઉં છું તેમ હું કહીશ કે 2018ની વસંતમાં કેટલાક વિચિત્ર બનાવો બનશે. હું માનું છું કે ઉતર કોરિયા માર્ચ 2018માં વિશ્ર્વ કક્ષાનું સુપર પાવર બની જશે.
ડિસ્ટ્રીકશનની થિયરીમાં મીડ માને છે કે નિબિરુ તરીકે જાણીતો પ્લેનેટ એકસ વિશ્ર્વને અંત ભણી દોરી જશે.


Advertisement