સગીરાની સંમતિથી સેકસ કરાયુ હોય તો પણ અપરાધ: યુવકને 10 વર્ષની જેલ

13 February 2018 08:08 PM
India
Advertisement

નવી દિલ્હી તા.13
સગીરાની સંમતિથી દેહસંબંધ બાંધવામાં આવ્યો હોય તો પણ બળાત્કારની વ્યાખ્યામાં આવે તેવા તારણ સાથે અદાલતે ધો.12ના વિદ્યાર્થી યુવકને 10 વર્ષની સાત કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.
ધો.12માં અભ્યાસ કરતા યુવકે તેની જ સ્કુલની સગીર વિદ્યાર્થીની સાથે એકથી વધુ વખત દેહસંબંધ બાંધ્યો હતો અને તેની વિડીયો કલીપ પણ બનાવી હતી. અદાલતે કહ્યું કે સંમતિથી કૃત્ય થયુ હોય તો પણ પીડીતા સગીર હોવાથી યુવક દોષિત ઠરે છે. વિડીયો કલીપ પુરાવા રૂપે રજુ થઈ છે.
દિલ્હી કોર્ટના એડીશ્નલ સેશન્સ જજે ચુકાદામાં કહ્યું કે પીડીતાની ઉંમર 18 વર્ષથી ઓછી છે એટલે તેની સંમતિની વાત ટકતી નથી. પીડીતાએ અદાલતમાં એમ કહ્યું કે વિડીયો કલીપ બનાવવાનું કૃત્ય પોતાને બેભાન બનાવીને કરાયુ હતું એટલું જ નહીં. આ વાત કોઈને નહીં કરવા ધમકી પણ આપી હતી. આરોપીના મોબાઈલમાંથી ચાર કલીપ પણ મળી આવી હતી.
પ્રથમ ત્રણ કલીપમાં પીડીતાનો માત્ર ચહેરો જ દેખાય છે. અન્ય કલીપમાં ગુપ્તભાગ સહીતના અભદ્ર દ્રશ્યો છે.
આરોપી તરફથી બન્ને પરિવારો વચ્ચેની દુશ્મનાવટને કારણે ફરિયાદ થયાની દલીલ થઈ હતી જે અદાલતે ફગાવી દીધી હતી. કોર્ટે અલગ-અલગ ત્રણ ગુનામાં સજા ફટકારી છે. બે ગુનામાં 10 વર્ષની સખ્ત કેદ તથા ત્રીજા ગુનામાં ત્રણ વર્ષની જેલ ફટકારવામાં આવી છે.


Advertisement