ઓપન સ્કુલના વિદ્યાર્થીઓ નીટમાંથી બાકાત: વિરોધ શરૂ

13 February 2018 08:05 PM
India
Advertisement

નવી દિલ્હી તા.13
ઓપન સ્કુલ્સના વિદ્યાર્થીઓને નેશનલ એલીબીજીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટમાંથી બાકાત રાખવાના સરકારના નિર્ણયનો દેશના જુદા જુદા શહેરોમાં ભારે વિરોધ થયો છે. અસરગ્રસ્ત આકાંક્ષુઓએ ભેગા થઈ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાએ થોડા મહિના પહેલા નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ સ્કુલ સહીત ઓપન સ્કુલ વોર્ડમાંથી પાસ થનારા 12માં ધોરણના વિદ્યાર્થીઓને 2018ની નીટમાં બેસવા નહીં દેવા નિર્ણય કર્યો હતો. આ માટે એવું કારણ અપાયું હતું કે ઓપન બોર્ડના સિલેબીમાં સાયન્સ વિષયોના પ્રેકટીકલ્સ હોતા નથી.માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે કેન્દ્રના આરોગ્ય પ્રધાન જેથી ગત મહિને મળી એમસીઆઈને હજારો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય ઉલ્ટાવવા વિનંતી કરી હતી. એ પછી આરોગ્ય મંત્રાલયે એમસીઆઈને પત્ર લખી વલણની પુનર્વિચારણા કરવા જણાવ્યું હતું. પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન દ્વારા 8 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલા નોટીફીકેશનમાં બદલાયેલા નિર્ણયનો ઉલ્લેખ છે.એમસીઆઈના વર્તુળોએ સમર્થન આપ્યું હતું કે તેમને આરોગ્ય પ્રધાન તરફથી પત્ર મળ્યો છે, પણ અગાઉના નિર્ણયની પુન: વિચારણા માર્ચમાં મળનારી કારોબારીની બેઠક થશે.


Advertisement