જખૌ નજીક બોટમાંથી ૭ પાકિસ્તાની ઝબ્બે

13 February 2018 07:51 PM
kutch Gujarat

કોસ્ટયાડૅનું અોપરેશન: બંદરે લેવાયા: માછીમારો હોવાનું પ્રાથમિક તારણ

Advertisement

કચ્છ તા. ૧૩ કચ્છમાં અાવેલા જખૌ બંદર પાસે પાકિસ્તાની ઘુસણખોરી થઈ રહી હોવાની બાતમી મળ્યા બાદ કોસ્ટગાડેૅ પાકિસ્તાની બોટ સહિત ૭ બોટસવાર ઘુસણખોરોને ઝડપ્યા હતા. તમામ અંગે માહિતી માટે વધુ તપાસ હાથ ધરાઈ છે. કોસ્ટગાડેૅ સૂત્રો પાસેથી મળેલ બાતમીના અાધારે પાકિસ્તાની બોટમાં સવારી કરતા ૭ પાકિસ્તાની ઘુસણખોરો ઝડપી પાડયા હતા. તમામને ઝડપીને કોસ્ટગાડૅ દ્રારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં અાવતા ઝડપાયેલા તમામ પાકિસ્તાની માછીમારી હોવાનું તારણ અાવ્યું હતું. અા તમામ બોટ અને માછીમારોને જખો બંદરે લાવવામાં અાવ્યા હતા.


Advertisement