નવ વર્ષની બાળકી પ૨ દુષ્કર્મ આચ૨ી હત્યા: સાવકાભાઈ ત૨ફ શંકાની સોય

13 February 2018 07:39 PM
Jamnagar Crime
  • નવ વર્ષની બાળકી પ૨ દુષ્કર્મ આચ૨ી હત્યા: સાવકાભાઈ ત૨ફ શંકાની સોય
  • નવ વર્ષની બાળકી પ૨ દુષ્કર્મ આચ૨ી હત્યા: સાવકાભાઈ ત૨ફ શંકાની સોય

૨ાજકોટ જેવી જ ઘટનાનું જામનગ૨ના ક્રિશ્ર્નનગ૨ વિસ્તા૨માં પુન૨ાવર્તન થતા સનસનાટી: બાળકી અકસ્માતે મકાન પ૨થી પડી કે પછી હત્યા ક૨ાયેલ છે?: ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ

Advertisement

જામનગર તા.13
રાજકોટમાં માસૂમ બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ કરી તેની હત્યા કરાયેલી લાશ મળી આવ્યાની ઘટના તાજી જ છે અને આ ગુન્હાના આરોપીની ભાળ હજુ પોલીસ મેળવી શકી નથી ત્યારે વધુ એક માસૂમ સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા નીપજાવી હોવાની ઘટના જામનગરમાં પ્રકાશમાં આવતા ચકચાર મચી છે તો નવ વર્ષની માસૂમની હત્યામાં શંકાની સોય તેના સાવકા ભાઈ તરફ જ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.
જામનગરના ક્રિશ્નનગર વિસ્તારમાં નવ વર્ષની બાળકી મકાનના ઉપરથી પડી જતા તેનું મોત નીપજ્યું હોવાની ઘટનાની જાણ થતા જામનગર સ્થાનિક પોલીસ અને એલસીબી સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી જેમાં મૃતક માસૂમ બાળકી ઈશુ ચેતનભાઈ કલ્યાણી (ઉ.વ.09) ના ઘર ખાતે બનાવસ્થળની પોલીસે ઝીણવટભરી તપાસ ચલાવી હતી.
જેમાં મૃતક બાળકીના સાવકા ભાઈએ આપેલી માહિતી શંકા ઉપજાવે તેવી હોય તેમજ મૃતક બાળકીના શરીર પર અનેક ઈજાના નિશાન હોય જેથી તેની સાથે દુષ્કર્મ આચરીને બાદમાં નીચે ફેંકી દેવામાં આવી હોય અને હત્યા નીપજાવી હોય તેવી શંકાને આધારે પોલીસ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.
મૃતક બાળકીનો સાવકો ભાઈ માત્ર 15 વર્ષનો સગીર હોવાનું જાણવા મળ્યું હતું તો ગત રાત્રીના ભાઈ બહેન એકલા હોય ત્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આશંકા પ્રબળ બની છે અને બાળકી અકસ્માતે પડી ગઈ છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં પણ તપાસ ચલાવી છે પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પીટલે ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ શંકાસ્પદ સગીર ભાઈની પણ પૂછપરછ ચલાવી છે. ર રાજકોટ બાદ જામનગરમાં પણ સંભવિત માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી હોવાની ઘટનાથી ચકચાર મચી છે તો સૌ કોઈ આ ઘટના પર ફિટકાર વરસાવી રહ્યા છે અને દીકરીઓની સુરક્ષાની જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.


Advertisement