રાજકોટ બન્યુ ક્રાઈમ નગરી ; ગુંડાઓ બેખૌફ: 40 દિવસમાં 96 ગંભીર ગુન્હા

13 February 2018 07:30 PM
Rajkot Crime
  • રાજકોટ બન્યુ ક્રાઈમ નગરી ; ગુંડાઓ બેખૌફ: 40 દિવસમાં 96 ગંભીર ગુન્હા
  • રાજકોટ બન્યુ ક્રાઈમ નગરી ; ગુંડાઓ બેખૌફ: 40 દિવસમાં 96 ગંભીર ગુન્હા
  • રાજકોટ બન્યુ ક્રાઈમ નગરી ; ગુંડાઓ બેખૌફ: 40 દિવસમાં 96 ગંભીર ગુન્હા
  • રાજકોટ બન્યુ ક્રાઈમ નગરી ; ગુંડાઓ બેખૌફ: 40 દિવસમાં 96 ગંભીર ગુન્હા
  • રાજકોટ બન્યુ ક્રાઈમ નગરી ; ગુંડાઓ બેખૌફ: 40 દિવસમાં 96 ગંભીર ગુન્હા

કયાંક થયો નાની બાળકી પર બળાત્કાર તો કયાંક સાવ નજીવી બાબતે ખુન ખરાબા ; દારૂ અને જુગાર બન્યા ટ્રેન્ડ: તો બીજી બાજુ વ્યાજખોરોના ત્રાસથી થતા આપઘાતો બન્યા ‘સાવ’ સામાન્ય ; માત્ર 40 દિવસમાં રાજકોટ બન્યું 96 ગુન્હાઓનું સાક્ષી

Advertisement

સ્માર્ટ સીટી માટે ઓળખાતુ રાજકોટ ધીમે ધીમે ક્રાઈમ સીટીમાં પરિવર્તીત થતુ દેખાય છે. રાજકોટમાં રોજ કોઈને કોઈ પ્રકારનો ગુન્હો પોલીસના ચોપડે નોંધાયા છે. પહેલા રાજકોટ શાંતનગરી તરીકે ઓળખાતુ હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ગુનાખોરી, હત્યા, ચોરી, લુટ, મારામારી, બળાત્કારના કેસોમાં વધારો નોંધાયો છે.
થોડા સમય પહેલા જ રાજકોટમાં એન.એસ.યુ.આઈ.ના મેગીની નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી તેમજ બે દિવસ પહેલા એક રીક્ષાચાલકે 3 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતું તેથીજ હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. સ્માર્ટ સીટીમાં સુરક્ષિત અનુભવવુ હાલ એક પ્રશ્ર્ન બની ગયો છે, હવે એ દિવસની પણ વાર નથી કે જયાં બહેન-દીકરીઓ છૂટથી બહાર નીકળી શકશે.
લુખ્ખાગીરીની હદ ફેબ્રુઆરી
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં શેરીમાંથી નીકળવા બાબતે યુવાને ગાળો આપી ધોકા વડે મારામારી કરી પાલતુ કુતરુ કરડાવ્યુ હતું. પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી.
સગીરા પર દુષ્કર્મ
યુનિવર્સિટી રોડ કીડની હોસ્પિટલ પર આવેલા શાંતિનગર, ઝુંપડપટ્ટીમાં રહેતી સગીરા પર પાડોશમાં રહેતા શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજાર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું.
માતાના પ્રેમીએ જ યુવતી પર દુષ્કર્મ આચર્યુ
માતાના પ્રેમી એ યુવતી પર દુષ્કર્મ આચર્યુ. માતા અને પ્રેમી અવારનવાર ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

Image result for crime cartoon
3 દુકાનોના તાળા તૂટયા
ઢેબરરોડ અટીકા ફાટક પાસે તસ્કરો ત્રાટકયા હતા. ત્રણ જેટલી દુકાનોના તાળા તુટયા હતા તેમજ અટીકા ફાટક પાસે આવેલી દુકાનમાંથી રૂા.4500ની મતા ચોરાઈ હતી.
યાજ્ઞીકરોડ પર રેડીમેઈટ શોરૂમમાં તસ્કરો ત્રાટકયા
યાજ્ઞીકરોડ પર રેડીમેઈટ કપડાના શોરૂમમાં તસ્કરોએ દિવાલમાં બાકોરુ પાડી રોકડ રૂા.25 હજાર તેમજ કપડાની ચોરી કરી પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું.
નજીવી બાબતે યુવાન પર ધોકા વડે હુમલો
શહેરના નાણાવટી ચોક નજીક રીક્ષા પાર્ક કરવા જેવી નજીવી બાબતે યુસુફ સંધી (ઉ.વ.40) પર બે શખ્સો દ્વારા ધોકા વડે હુમલો કરતા ફેકટર જેવી ગંભીર ઈજાઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Image result for butlegar cartoon
‘પ્રેસ’ લખેલી જીપમાંથી દારુ પકડાયો
શહેરના ગણેશનગર વિસ્તારમાં એક મકાનમાંથી બુટલેગરો દારુ પ્રેસ લખેલી તુફાન જીપમાં ભરી રહ્યા હતા ત્યારે પોલીસ ત્રાટકી હતી અને એક શખ્સને દબોચી રૂા.2,42,400નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો.
દારુનો જથ્થો પકડાયો
માલવીયા પોલીસ મથકના સ્ટાફે એ ગોકુલધામ મેઈનરોડ પર આવેલા ડાલીભાઈ કવાટર્સમાં દારુ બીયરનોજથ્થો વેચાણ ઝડપી પાડયો. માલવીયા પોલીસે 168 દારુની બોટલ રૂા.87360 અને 72 બીયરટીન રૂા.2880 કુલ રૂા.90240નો જથ્થો મળી આવ્યો હતો.

Image result for crime cartoon
નાગેશ્ર્વર પાર્કમાં પ્રોફેસરના ઘરમાં ચોરી
નાગેશ્ર્વર પાર્કમાં પ્રોફેસરના બંધ ફલેટમાંથી 80 હજારની મતા ચોરાઈ પ્રોફેસર પરિવાર સાથે ગોકુલ લગ્ન પ્રસંગે ગયા હતા અને તસ્કરોએ સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂા.80 હજારની ચોરી કરી ફરાર થયા હતા.
વિદેશી શરાબની હેરાફેરી કરતા પાંચ શખ્સો ઝડપાયા
ગાંધીગ્રામ પોલીસે ઓટોરીક્ષા દ્વારા શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં વિલાપની શરાબની હેરાફેરી કરતા પાંચ શખ્સોને શરાબની 96 બોટલો સહીત કુલ રૂા.1,52,500નો મુદામાલ ઝડપી પાડયો હતો.
વ્હોરા વૃદ્ધની લુંટના ઈરાદે અપહરણ કરી હત્યા કરાય
રાજકોટના ક્રિષ્નાપરા-1માં બરફના કારખાનાવાળા શેરીમાં રહેતા વ્હોરા વૃદ્ધની લુંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. બે દિવસ બાદ ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી.
વ્હોરા વૃદ્ધ અસ્માબેન હાતીમભાઈ સાદીકોટ (ઉ.વ.70, તા.7ના રોજ ભેદી સંજોગોમાં લાપતા થયા હતા. એ ડીવીઝન પોલીસ એ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં ગુનેગાર નશાખોર રમેશ બચુ વેધકીયા નામના કોળી શખ્સ હોવાનું ખુલ્યુ હતું.

Image result for rape crime cartoon
3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા
રાજકોટના ચુનારાવાડ ચોક વિસ્તારમાંથી 3 દિવસ પહેલા એક ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે તે બાળકીની લાશ એક ખંઢેર ઈમારતમાંથી મળતા ચકચાર બન્યો હતો.
બોલેરોની બાતમી મુજબ બાળકી પર દુષ્કર્મ કર્યા હોવાનો ખુલાસો બહાર આવ્યો હતો. બાળકી પર દુષ્કર્મ આચરી તે ઘાતકી હત્યા કરવામાં આવી છે.
જાન્યુઆરીમાં બજરંગવાડીમાં એનએસયુઆઈના મહામંત્રીની હત્યા
બજરંગવાડી પાસે વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે એનએસયુઆઈના મહામંત્રી જયરાજસિંહની છરીનો ઘા ઝીંકી હત્યા
સમાધાનના બહાને કરાઈ હત્યા
જંગલેશ્ર્વર વિસ્તારમાં સમાધાનના બહાને બોલાવી યુવાનને છાતી પડખાના ભાગે છરીના ઘા ઝીંકયા.

Image result for murder art
સગા પુત્રે કરી માતાની હત્યા
નાણાવટી ચોક સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, રામેશ્ર્વર પાક-2માં દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રોફેસર પુત્રે વૃદ્ધ માતાને 4થા માળેથી ફેંકી કરી હત્યા.
વ્યાજખોરના ત્રાસથી ઝેર પી આપઘાત
વ્યાજખોરોના ત્રાસથી રાજકોટમાં ઝેર પી લેનાર કેશોદના પ્રજાપતિ પ્રૌઢનું મોત: પઠાણી ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી લીધી.
9/1 માધાપર નજીક સામુ જોવા બાબતે ભરવાડ શખ્સોનો હુમલો: પાંચને ઈજા વિદ્યાર્થી પર ચીલ ઝડપ
ભાવનગર રોડ પર ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ પાસે વિદ્યાર્થીને છરી ઝીંકી ચેઈનની લુંટ કરતા શખ્સો.
વ્યાજખોરના ત્રાસથી આપઘાત
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સીપી કમ્પાઉન્ડમાં સિંધી યુવાને કર્યો આપઘાત.

Image result for murder crime cartoon
ભીસ્તીવાડના યુવાનની હત્યા
રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર મોડીરાત્રે નાસતો કરવા ગયેલા ભીસ્તીવાડના મુસ્લીમ યુવાનને જુની અદાવતનો ખુનનો બદલો વાળવા સાત જેટલા શખ્સોએ યુવાન પર 27 જેટલી છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો.
દિનદહાડે છરીની અણીએ લુંટ
ડીલીવરીમેન યુવક કેસરી પુલ નીચે લઘુશંકા કરવા ગયો ત્યારે બાઈક પર ઘુસી આવેલા બે લુંટારુઓએ છરીની અણીએ રૂા.40 હજારની લુંટ ચલાવી.

Image result for crime cartoon
રોંગ નંબરે કર્યુ મહિલાનું જીવન હરામ
રોંગનંબરે રાજકોટની મહિલાનું જીવન હરામ કરી નાંખ્યું. લક્ષ્મીવાડીમાં રહેતા શખ્સે ફોન મારફત પરિણીતાનો પરિચય મેળવી મારી નાખવાની ધમકી આપી નાણા પડાવ્યા. શરીર સંબંધ બાંધવા પણ ધમકાવતો.
દંપતી પર હુમલો
રાજકોટના બે શખ્સો દ્વારા લોધીકામાં દંપતી પર હુમલો કરી મકાન સળગાવ્યું.
બેંક ઓફ ઈન્ડીયામાં રૂા.પાંચ લાખની ચોરી
રાજકોટ કાલાવડ રોડ પર આવેલ બેંક ઓફ ઈન્ડીયા નામની બેંકમાં કેશીયરની નજર ચુકવી રૂા.પાંચ લાખની ચોરી કરનાર તસ્કરો.

Image result for rape crime cartoon
ધોરણ 8ની છાત્રા પર દુષ્કર્મ
કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા સ્કુલ રીક્ષા ચાલકે પોતાની પુત્રીથી નાની ઉંમરની ધો.8ની છાત્રા પર દુષ્કર્મ
સરાજાહેર ગોળી મારી હત્યા કરાઈ
ધર્મેન્દ્ર રોડ પર મુસ્લીમ યુવાનની જુનીઅદાવતના ડખ્ખામાં બદલો લઈ રહેંસી નાખ્યાના હત્યાના બનાવની શાહી સુકાઈ નથી ત્યાં જુની જકાત નાકા નજીક જય જવાન જય કીશાન સોસાયટી મેઈનરોડ પર આવેલ ગણેશ કલીનીક નજીક ગરાસીયા યુવાન ઋષીરાજ અશોકસિંહ સરવૈયા (ઉ.વ.21)ની સરાજાહેર ફાયરીંગ કરી હત્યા કરાઈ.

Image result for murder crime cartoon
અહી કેમ ઉભો છે? કહી છરીના ઘા ઝીંકયા
ભાવનગર રોડ આજીડેમ ચોકડી પાસે અહી ઉભુ રહેવુ તેમ કહી યુવાનને એક શખ્સે છરીનો ઘા ઝીંકી દીધો હતો.
તસ્કરો દ્વારા રૂા.22.29 લાખની ચોરી
રાજકોટમાં પોલીસના સઘન પેટ્રોલીંગના દાવાને તસ્કરો રીતસર પડકાર ફેંકી રહ્યા હોય તેમ ચોરીના બનાવો બની રહ્યા છે. અલગ-અલગ બે બનાવમાં તસ્કરોએરૂા.22.29 લાખની ચોરી.
વૃદ્ધાના સોનાની માળાની ચીલઝડપ
રાજકોટ વર્ધમાનનગરમાં વૃદ્ધાના ગળામાંથી રૂા.80 હજારની સોનાની માળાની ચીલઝડપ.
રૂા.70 હજારના હારની ચીલઝડપ
રાજકોટ સરધાર નજીક યુવતીના ગળામાંથી રૂા.70 હજારના હારની ચીલઝડપ.
વાહનો સળગાવી લોકોમાં ધાક બેસાડવાનો પ્રયાસ.
રાજકોટના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ગોકુલધામ, ગણપતીનગર અને શીવધામ સોસાયટીમાં લુખ્ખાઓ વાહન સળગાવી લોકોમાં ધાક બેસાડવાનો કર્યો પ્રયાસ.
હોમગાર્ડ જવાન પર હુમલો: પોલીસની આબરુનું ચીરહરણ
મુખ્યમંત્રી મેડલથી સન્માનીત એવા નિર્દોષ હોમગાર્ડ જવાન પર રેલ્વે સ્ટેશન રોડ પરના મશીન લુખ્ખા યાસીન ભુરા દ્વારા છરીના ઘા ઝીંકાયા: પોલીસની આબરુનું ચીરહરણ.

ચોરી.......25
હુમલો.......36
હત્યા.......10
બળાત્કાર.......5
દારૂ.......16
જુગાર.......4


Advertisement