શંકાસ્પદ પાઉડર સાથેનું પાર્સલ મોકલાતા અમેરિકી પ્રમુખની પુત્રવધુને હોસ્પિટલે લઈ જવાઈ

13 February 2018 06:52 PM
India
  • શંકાસ્પદ પાઉડર સાથેનું પાર્સલ મોકલાતા અમેરિકી પ્રમુખની પુત્રવધુને હોસ્પિટલે લઈ જવાઈ

ટ્રમ્પના પુત્રના નામે પેકેજ મોકલાયું હતું

Advertisement

વોશિંગ્ટન તા.13
પારિવારિક નિવાસસ્થાને અજાણ્યા પાવડર સાથેનું શંકાસ્પદ પેકેજ મોકલવામાં આવ્યું એ પછી સાવચેતીના પગલા તરીકે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ વેનેલાને ન્યુયોર્કની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.ડોનાલ્ડ ટ્રમ્પ જુનીયરને નામે આ પેકેજ મોકલવામાં આવ્યું હતું. પિતાની પડખે ઉભા રહેનારા પુત્રએ આ ઘટનાને ખરેખર ધુત્કારજનક ગણાવી હતી.પાવડરનું પરીક્ષણ કરાયું હતું અને એ જોખમી ન હોવાનું જણાયું હતું.
યુએસ મીડીયાના જણાવ્યા મુજબ વ્હાઈટ પાઉડર સાથે પત્ર મોકલવામાં આવ્યો હતો.સિક્રેટ સર્વિસે જણાવ્યું હતું કે સંરક્ષિત પૈકી એકને શંકાસ્પદ પેકેજ મોકલાયાની ઘટનાની તે તપાસ કરી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જુનીયરે ટવીટ કરી જણાવ્યું હતું કે વેનેલા અને મારા બાળકો સલામત છે એ માટે આભારી છું. કેટલીક વ્યક્તિઓ વિરોધી મત વ્યક્ત કરવા આવી ખલેલજનક વર્તણુંક પસંદ કરે છે તે ખરેખર સંતોષજનક છે.પ્રમુખના સલાહકાર તરીકે વ્હાઈટ હાઉસમાં કામ કરી રહેલી તેની બહેન ઈવાન્કાએ જણાવ્યું હતું કે તે પોતાની ભાભીની ચિંતા કરે છે. આ રીતે કોઈ ડરાવવાપાત્ર નથી. કોઈ બહાનું હોય શકે નહીં.
વેનેલા ટ્રમ્પ પાંચ વર્ષના બાળકની માતા છે. તેને સાવચેતીના પગલા તરીકે ન્યુયોર્કને પ્રેસબાયટેરિયન બેઈલ કોમર્સ મેડીકલ સેન્ટરમાં લઈ જવાઈ હતી.તેના પતિ ડોનાલ્ડ ટ્રમ્પ જુનીયર અને તેનો બનેવી એરિક ટ્રમ્પ ન્યુયોર્ક રહી ફેમીલી બીઝનેસ ચલાવે છે.


Advertisement