મને પાકીસ્તાન પ્રત્યે પ્રેમ છે: કરાચી જઈને વિવાદાસ્પદ વિધ્ન કરતા ઐયર

13 February 2018 05:53 PM
India
  • મને પાકીસ્તાન પ્રત્યે પ્રેમ છે: કરાચી જઈને વિવાદાસ્પદ વિધ્ન કરતા ઐયર

કોંગ્રેસના નેતા કહે છે પ્લીસ ચૂપ રહો: ગુજરાતમાં હરાવ્યા હવે કર્ણાટકમાં હરાવશો

Advertisement

કરાચી: કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા મણીશંકર ઐયરે ફરી વિવાદ સર્જતા કરાચીમાં એક વિધાનમાં જણાવ્યું હતુંકે તે પાકીસ્તાનને એટલો જ પ્રેમ કરે છે જેટલો ભારતને કરે છે. ઐયરે એવું પણ વિધાન કર્યુ કેપાકીસ્તાને કાશ્મીર સહિતના મુદે દરવાજા ખુલ્લા રાખ્યા છે પણ ભારતે તેમ કર્યુ નથી. ગઈકાલે કરાચીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી ઐયરે કહ્યું કે બન્ને દેશોએ વાટાઘાટ ફરી શરૂ કરવી જોઈએ.
ઐયર અવારનવાર પાકીસ્તાન જાય છે. તેઓએ કહ્યું કે હું પાકીસ્તાનને પ્રેમ કરુ છું. કારણ કે ભારતને પણ પ્રેમ કરુ છું. ભારતે તેના પાડોશી દેશને પ્રેમ કરવો જોઈએ. કાશ્મીર અને આતંકવાદી એ બે સમસ્યા છે જે બન્ને દેશોએ સાથે બેસીને ઉકેલવી જોઈએ.
જો કે મણીશંકર ઐય્યરના આ વિધાનોથી કોંગ્રેસ પક્ષ ભડકી છે. કોંગ્રેસના નેતા હનુમંત રાવે શ્રી ઐયરને તેનું મો બંધ રાખવાની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે ઐયરના આ વિધાનોથી તો ગુજરાતમાં કોંગ્રેસને હાર મળી છે. હવે ફરી પાક પ્રેમના વિધાનો કરીને તે શું કર્ણાટકમાં પણ કોંગ્રેસને હરાવવા માંગે છે? તેમના વિધાનોથી કોંગ્રેસને જ ભારે નુકશાન પહોંચી રહ્યું છે.


Advertisement