કોર્પોરેશનમાં ભાજપના કાળા કરતુત ખુલ્લા કરવા છે: કૈલાશભાઈ નકુમ

13 February 2018 05:33 PM
Rajkot Politics
  • કોર્પોરેશનમાં ભાજપના કાળા કરતુત ખુલ્લા કરવા છે: કૈલાશભાઈ નકુમ
  • કોર્પોરેશનમાં ભાજપના કાળા કરતુત ખુલ્લા કરવા છે: કૈલાશભાઈ નકુમ
  • કોર્પોરેશનમાં ભાજપના કાળા કરતુત ખુલ્લા કરવા છે: કૈલાશભાઈ નકુમ

વોર્ડ - 4ની પેટાચૂટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કૈલાશભાઈ નકુમને વ્યાપક આવકાર... લોકસંપર્કમાં વડીલો અને માતાઓના આશીર્વાદ... ડામર, ડ્રેનેજ, પાઈપલાઈન સહિતના પ્રોજેકટમાં ભાજપ શાસકોના ભ્રષ્ટાચારને ઉખેડી ફેંકી દેવા કોંગ્રેસ તરફથી મતદાન કરવા મતદારોને હાકલ...

Advertisement

રાજકોટ તા.13
વોર્ડ - 4ની પેટાચુંટણીના ઉમેદવાર શ્રી કૈલાશભાઈ નકુમને લોકસંપર્કમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારે મતદારોને મજબુત વચન આપતા કહ્યું હતું કે, કોર્પોરેશનમાં ભાજપના કાળા કરતુત ખુલ્લા કરીને જ જંપીશ, લોકસેવા પ્રજાલક્ષી કામ મારો મુખ્ય એજન્ડા હશે.
કોંગ્રેસના ઉમેદવાર કૈલાશ નકુમએ વોર્ડ - 4ના સમગ્ર વિસ્તારમાં ઘરે-ઘરે લોકોને મળ્યા હતા લોકોની પ્રાથમિક સુવિધા અંગે ચર્ચા વિચારણા કરી હતી. કોંગ્રેસનો ગઢ અકબંધ રહેશે તેવો વિશ્ર્વાસ લોકોએ વ્યક્ત કર્યો હતો. અને તેના વિશ્ર્વાસને સમર્થન આપતા કૈલાશ નકુમએ કહ્યું હતું કે, પ્રભાતભાઈ ડાંગરે કરેલા વિકાસકામને આગળ વધારીશ. ભગવતીપરા, મોરબી રોડ, કુવાડવા રોડ, ચામુંડા સોસાયટી, વેલનાથપરા, જયજવાન જયકિશાન સોસાયટી, મોરબી જકાતનાકા સહિતના વિસ્તારોમાં અદભુત જનસમર્થન મળી રહ્યું છે.
વિસ્તારના લોકો સાથે કૈલાશભાઈ નકુમએ કોર્પોરેશનની કામગીરી અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, વોર્ડ - 4માં વિકાસ કામ થયા છે. તે કોંગ્રેસને આભારી છે. કોંગ્રેસના કોર્પોરેટરશ્રી સીમીબેન જાદવ, રેખાબેન ગજેરાએ લોકોની સમસ્યાને સંપૂર્ણ વાચા આપી છે અને વિકાસ કામ ને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે હું પણ લોકો માટે સતત લડતો રહીશ અને લોકોના પ્રશ્ર્ન હલ કરીશ. કોર્પોરેશનનું માનદવેતન લેવું નથી ભાજપના નગરસેવકો ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે. સાયકલમાં આંટાફેરા કરતા ભાજપના કોર્પોરેટરો ચાર-ચાર બંગડી વાડી ગાડીમાં ઘૂમી રહ્યા છે તેવા લોકોના ભ્રષ્ટાચારને ખુલ્લા કરવા છે. કોર્પોરેશનમાં ચાલતા કોભાંડ કરતુતને ઉઘાડા કરવા છે. અને લોકોના પૈસાનો યોગ્ય જગ્યાએ સદુપયોગ થાય, લોકોના કામ થાય, લોકોને નિયમિત પાણી મળી રહે, સમયસર સાફ-સફાઈ થાય, રોગચાળા પર કાબુ મેળવી શકાય, લોકોનું આરોગ્ય તંદુરસ્ત રહે, તેવા કામ કરવા હું ખત્રી આપું છું.
કોંગ્રેસના ઉમેદવાર કૈલાશભાઈ નકુમએ મતદારોને કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યશીલ ઉમેદવાર સ્વ. પ્રભાતભાઈ ડાંગરએ અસંખ્ય લોકસેવાના કાર્ય કર્યા હતા.રોડ-રસ્તા ડ્રેનેજ પાણી, સહિતના કામમાં અંગત રસ લઇ લોકોની સુખાકારી માટે પ્રજાલક્ષી કામ કર્યા હતા. તેવી જ રીતે હું પણ લોકો માટે સતત લડતો રહીશ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે. માટે કોંગ્રેસના કોર્પોરેટરને કામ કરવામાં થોડીક તકલીફ પડે છે પરંતુ હું પૂરી તાકાતથી લોકોને સાથે રાખી કાર્યકરોના સહકારથી અને આગેવાનોના માર્ગદર્શન થકી લોકોના કામ કરતો રહીશ.કોર્પોરેશનમાં ચાલતો મામકાવાદ બંધ કરાવી દઈશ. ભ્રષ્ટાચાર સામે મારા હાથના બે પંજા અડગ રહેશે અને ભ્રષ્ટાચારના મુળિયા ઉખેડી નાખશે.


Advertisement