શ્રીનગર હોસ્પિટલમાંથી નાવીદને છોડાવી જવાનું કાવતરૂ પાકિસ્તાન અને દુબઈમાં ઘડાયું હતું

13 February 2018 05:29 PM
India
  • શ્રીનગર હોસ્પિટલમાંથી નાવીદને છોડાવી જવાનું કાવતરૂ પાકિસ્તાન અને દુબઈમાં ઘડાયું હતું

તપાસમાં નવો ધડાકો : અેનઅાઈઅે ને તપાસ સોંપતી કેન્દ્ર સરકાર: ત્રાસવાદીઅોની દુબઈ લિંક ખુલશે

Advertisement

નવી દિલ્હી તા. ૧૩ શ્રીનગરની હોસ્પિટલમાંથી અાંતકી નાવીદને તેના સાથીદારો દ્રારા ભગાડી જવાના કિસ્સામાં નેશનલ ઈન્વેસ્ટીગેશન અેજન્સીને તપાસ સોંપતા જ નવો ધડાકો થયો છે નાવીકોને છોડાઈ જવા માટે પાકિસ્તાન અને દુબઈમાં કાવતરૂ ઘડાયું હતું. જમ્મુ રુ કાશ્મીરમાં પોલીસના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ અા સમગ્ર પ્રક્રીયામાં વિદેશી હાથ હોવાનુ જાહેર થયું છે. અને તેથી જ નેશનલ ઈન્વેસ્ટીગેશન અેજન્સીમાં તપાસ સોંપાઈ છે. નાવીદ સહીત ૬ ત્રાસવાદીઅોને હોસ્પીટલમાં લઈ અાવવામાં અાવ્યા હતા તે સમયે અહી ઘસી અાવેલા તેના સાથીદારોઅે ગોળીબાર કરીને અેક માત્ર નાવીદને મુકત કરાવીને તેને લઈને નાસી ગયા હતા. નાવીદઅે લશ્કર અે તૌયબાનો મહત્વનો ત્રાસવાદી માનવામાં અાવે છે. અને તે ઉધમપુર હુમલામાં જીવતો ઝડપાઈ ગયો હતો. તેને છોડાવા માટે દુબઈમાં કોણ સક્રિય હતું તે પણ ચકાસાઈ રહયું છે. સુત્રોના જણાવ્યા મુજબ શ્રીનગર જેલમાં રહેતા પણ નાવીદ પાકિસ્તાન અને દુબઈ સાથે સંપકૅમાં હતો અને તેથી તેને અેકને છોડાવવા સમગ્ર કાવતરૂ ઘડાઈ હતું. અા સબંધમાં ચાર વ્યકિતઅોની ઘરપકડ કરાઈ છે અને તેઅો નાવીદને શ્રીનગર જેલમાં અવારનવાર અાવતા હતા તે પણ ખુલ્યું છે.


Advertisement