ગુજરાતના ‘પ્રાણપ્રશ્ર્નો’ મોદી-અમીત શાહ સાથે ચર્ચતા વિજય રૂપાણી

13 February 2018 05:24 PM
Gujarat India
  • ગુજરાતના ‘પ્રાણપ્રશ્ર્નો’ મોદી-અમીત શાહ સાથે ચર્ચતા વિજય રૂપાણી
  • ગુજરાતના ‘પ્રાણપ્રશ્ર્નો’ મોદી-અમીત શાહ સાથે ચર્ચતા વિજય રૂપાણી
  • ગુજરાતના ‘પ્રાણપ્રશ્ર્નો’ મોદી-અમીત શાહ સાથે ચર્ચતા વિજય રૂપાણી

મુખ્યમંત્રીની કર્ટસી મુલાકાત કે પછી ચોકકસ એજન્ડા ; અમીત શાહ સાથે ગઈકાલે રાત્રે બે કલાક વિતાવી: આજે વડાપ્રધાન મોદી સાથે એક કલાક સુધી ચર્ચા કરી ; ગાંધીનગરમાં નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ, પ્રદીપસિંહની બંધબારણે બેઠક: રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીની ચર્ચા; મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લીધી હતી

Advertisement

રાજકોટ: ગુજરાતમાં મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત પાટનગર દિલ્હીની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગઈકાલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને ઉપાધ્યક્ષ શ્રી વૈકયા નાયડુ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે જે પ્રેસ રીલીઝ જાહેર કરી હતી તેમાં આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
બાદમાં તેઓ દિલ્હીમાં ગુજરાત કેડરના આઈએએસ- આઈપીએસ અધિકારીઓને મળ્યા હતા અને આજે સવારે તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી અમીત શાહને મળી રહ્યા છે. શ્રી રૂપાણીની આ મુલાકાતને ગુજરાતના કેટલાક રાજકીય પ્રશ્ર્નોની દ્રષ્ટીએ મહત્વની માનવામાં આવે છે. કાલે શ્રી રૂપાણી દિલ્હી ગયા બાદ નાયબ મુખ્યમંત્રીની ચેમ્બર્સમાં શ્રી નિતીન પટેલ, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રી પ્રદીપસિંહ જાડેજાની બંધબારણે બેઠક મળી હતી. જો કે આ બેઠકને બજેટ, ચર્ચા ગણાવી દેવાઈ છે પણ રાજકીય વર્તુળો કંઈક જુદુ જ જોવે છે. આ બેઠકમાં અધ્યક્ષ પદ માટે જેનું નામ સંભળાય છે તે રાજેન્દ્ર ત્રિવેદીની હાજરી સૂચક છે. ગુજરાતમાં કોળી સમાજના શ્રી પરસોતમ સોલંકીએ જે ધોકો પછાડયો છેતે પણ સૂચક છે અને હવે તા.19થી વિધાનસભા સત્ર શરૂ થાય તે સમયે ગાંધીનગરમાં કોળી સમાજની વિશાળ રેલી યોજશે.
શ્રી સોલંકીએ હવે ખુદના નહી સમગ્ર સમાજ માટે ચાર-પાંચ મંત્રીપદ માંગ્યાછે તે પણ સૂચક છે તો આગામી સમયમાં પાલીકા ચૂંટણી યોજાઈ રહી છે તે પણ પક્ષના સંગઠનમાં બહું સક્રીયતા દેખાતી નથી તે પણ સૂચક છે અને સ્થાનિક નેતાઓ- કાર્યકર્તાઓ તેમના જ જોરે લડે છે. આમ રાજયમાં પોલીટીકલ દ્રષ્ટીએ કોઈ કટોકટી નથી તો જે શાંત જળ છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે.
બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ શ્રી વિજય રૂપાણી ગઈકાલે રાત્રીના ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા અને અહી બે કલાક વિતાવી હતી. ગુજરાતમાં મંત્રીમંડળની રચના બાદ જે નાના-મોટા સખળડખળ ચાલ્યા રાખે છે તેની ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત હાલમાં પંચાયત ઉપરાંત નગરપાલીકાની પણ ચૂંટણી યોજાઈ રહી છે અને આ સમગ્ર ચૂંટણી સ્થાનિક નેતાઓ જ સંભાળી રહ્યા છે. પક્ષના સંગઠનના પદાધિકારીઓ ભાગ્યે જ હાજર રહેતા હોવાનું પણ ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે. આગામી સમયમાં પક્ષના કોળી સમાજના નેતા પુરુષોતમ સોલંકીએ જે અલ્ટીમેટમ આપ્યુ હોવાનું મનાય છે તે પણ આ ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું તેમ ભાજપના વર્તુળો કહે છે તથા ગુજરાતમાં આગામી સમયમાં રાજયસભા ચુંટણી યોજાઈ રહી છે તેમાં પણ પક્ષકોને પસંદ કરશે તેની ચર્ચા શરુ થઈ છે. મુખ્યમંત્રીની આ મુલાકાતમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ જોડાયા નથી તે પણ સૂચક છે.


Advertisement