કાશ્મીરમાં 24 કલાકથી છુપાયેલા બે ત્રાસવાદી પણ ઠાર

13 February 2018 05:11 PM
India
Advertisement

શ્રીનગર: જમ્મુમાં સેન્ય છાવણી પર ત્રાસવાદી હુમલા તથા જવાનોના કુટુંબીજનોને બાનમાં લઈને મોટી ખુવારી કરવાની યોજના નિષ્ફળ બનાવાયા બાદ પણ ત્રાસવાદી હુમલા ચાલુ રહ્યા છે અને શ્રીનગર નજીકના કર્ણનગર ક્ષેત્રમાં સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ હજુ ચાલુ છે. સલામતી દળોએ બે ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યા છે અને વધુ ત્રાસવાદીઓ માટે શોધ ચાલુ જ છે. ગઈકાલે કર્ણનગરમાં ભારે ઓટોમીક શસ્ત્રોથી સજજ ત્રાસવાદીઓએ કર્ણનગર સ્થિત સીઆરપીએફ છાવણી પર હુમલો કર્યો હતો અને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પણ સુરક્ષાદળોએ વળતો મુકાબલો કરતા બન્ને ત્રાસવાદી નાસી છુટયા હતા. બાદમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી આ ત્રાસવાદીઓને ઝડપી લેવા કરેલી કામગીરી આજે સફળ થઈ હતી. બન્ને ત્રાસવાદીઓ એક રહેણાંક ક્ષેત્રમાં છુપાયા હતા તેમને ઘેરી લેવાયા હતા તથા અહી વસતા નાગરિકોને સલામત કરીને બાદમાં બન્ને ત્રાસવાદીઓને ઠાર મરાયા હતા. આ કામગીરી બાદ પણ હજુ પણ વધુ ત્રાસવાદી હુમલા હોવાનું જાણવા મળતા ઓપરેશન જારી રખાયું છે.


Advertisement