આવકવેરા વિભાગમાં 18,000 જગ્યા નાબુદ થશે; સ્ક્રુટીની રિફંડનું આઉટસોર્સીંગ

13 February 2018 05:10 PM
India
  • આવકવેરા વિભાગમાં 18,000 જગ્યા નાબુદ થશે; સ્ક્રુટીની રિફંડનું આઉટસોર્સીંગ

પાંચ વર્ષથી ખાલી પડેલી જગ્યાઓ 3 મહિનામાં નહીં ભરાય તો નાબુદ થશે ; ભરતી નહીં થાય તો નોન-ગેઝેટેડ સ્ટાફની ભારે અછત ઉભી થશે: યુનિયનનો વિરોધ ; રેલવેમાં 13000થી વધુ જગ્યાઓ નાબુદ કરાયા પછી વધુ એક સરકારી વિભાગના મહેકમમાં કાપ મુકાશે

Advertisement

નવી દિલ્હી તા.13
આવકવેરા વિભાગમાં 3 મહિનામાં 18,000 ખાલી જગ્યાઓ છે. એ આગામી ત્રણ મહિનામાં ભરવામાં નહીં આવે તો એ જગ્યા નાબુદ થઈશકે છે.
ખાલી રિકત સ્થાનોમાં આઈટી ઈન્સ્પેકટર અને ટેકસ આસીસ્ટન્ટના પદ સામેલ છે. જો આવું થશે તો આઈટી ડીપાર્ટમેન્ટમાં નોન ગેઝેટેડ અધિકારી કક્ષાના સ્ટાફની અછત વધી જશે. આ કારણે આઈટી રિટર્નની સ્ક્રુટીની અને રિફંડનું કામ આઉટસોર્સ કરવામાં આવે તો નવાઈ નહીં.
આવકવેરા અધિકારીના જણાવ્યા મુજબ થોડા સમય પહેલાં મોદી સરકારે એક પરિપત્ર બહારપાડયો હતો. એ મુજબ તમામ સરકારી વિભાગોમાં પાંચ વર્ષથી વધુ સમય ખાલી પડેલી જગ્યાઓ નાબુદ કરવામાં આવશે.
આવકવેરા વિભાગ માટે મે 2013માં નોન ગેઝેટેડ વર્ગમાં 20000 નવી જગ્યાઓ ઉભી કરવામાં આવી હતી. એમાંથી 2000 ગેઝેટેડ પદ પર ભરતી થઈ ચૂકી છે, બાકીના 18,000 નોન ગેઝેટેડ પદ અત્યારે ખાલી છે. હવે સરકારે મે સુધીની ડેડલાઈન આપી છે. આઈટી એમ્પ્લોઈઝ ફેડરેશન (આઈટીઈએફ)ના એક પદાધિકારીના જણાવ્યા મુજબ સંગઠન નોન ગેઝેટેડ પદો ભરવાની માંગ લાંબા સમયથી કરી રહ્યું છે. પરંતુ, એવું થયું નથી. આ પાછળ 18000 પદોને ખતમ કરીકોન્ટ્રેકટ પર નિમણુંક અને આઉટસોર્સીંગ દ્વારા કામ કરાવવાની દાનત હોય શકે છે. જો આવું થાય તો સ્ક્રુટીની અને રિફંડનું કામ પણ સરકાર આઉટસોર્સ કરી શકે છે, જે સરકારની નીતિ વિરુદ્ધ હશે.
બુધવારે ઉજજૈનમાં આઈટીઈએફની સેન્ટ્રલ વર્કીંગ કમીટીની મીટીંગ યોજાવાની છે. એમા નાણા રાજય પ્રધાન શિવપ્રતાપ શુકલા ઉપસ્થિત રહેશષ. સંગઠનના પદાધિકારી આ ખાલી જગ્યા ભરવાનો મુદો ઉઠાવશે.
ઉલ્લેખનીય છે કે રેલવેમાં પણ 13000થી વધુ ખાલી જગ્યાઓ નાબુદ કરવા નિર્ણય લેવાઈ ચૂકયો છે.


Advertisement