ચોટીલા તાલુકા માલધારી સમાજના મોભી ભગવાનભાઈ સામંડનું અવસાન

13 February 2018 03:42 PM
Surendaranagar
  • ચોટીલા તાલુકા માલધારી સમાજના  મોભી ભગવાનભાઈ સામંડનું અવસાન

અંતિમયાત્રામાં રાજકિય ક્ષેત્રનાં અાગેવાનો જાેડાયા

Advertisement

(હેમલ શાહ દ્રારા) ચોટીલા તા. ૧૩ ચોટીલા તાલુકાનાં માલધારી સમાજના મોભી, સહકારી અાગેવાન અને પુવૅ તા. પં. પ્રમુખ ભગવાનભાઈ સામંડનું દુ:ખદ અવસાન ચોટીલા તાલુકાના રબારી સમાજના અગ્રણી, સહકારી અાગેવાન અને તાલુકા પંચાયતના પુવૅ પ્રમુખ ભગવાનભાઈ હિરાભાઈ સામંડ (ઉ.વ. ૬૬)નું અવસાન થતા ઘેરા શોકની લાગણી છવાયેલ છે. ભગવાનભાઈ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સુર સાગર જીલ્લા ડેરીના પુવૅ પ્રમુખ સ્વ.મોતીભાઈ સામંડના લઘુબંધુ હતા હાલ ચોટીલા રહેતા અને તાલુકાના નાનકડા અેવા હરણીયા ગામેથી રાજકિય કારીકદીૅ તેઅોઅે શરૂ કરેલ હતી લોકોના પ્રશ્ર્ને સદાય જાગૃતતા સાથે લડત લડનાર અેવા સામાજીક અાગેવાનના અવસાનથી સમાજ અને વિસ્તારને મોટી ખોટ સાલશે. સ્વગૅસ્થ માલધારી યુવા અાગેવાન ગભરૂભાઈ, હરણીયાના સરપંચ ગોવીદભાઈ અને અલ્પેશભાઈના પિતા અને ખેંતી બેંકના ડાયરેકટર જગદિશભાઈ, ચોટીલા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રામભાઈના કાકા અને માકેૅટીગ યાડૅા ડાયરેકટર અને ચોટીલા શહેર કોંગે્રસ પ્રમુખ અજય સામંડના કાકાબાપુ હતા. થોડા મહિના પહેલાજ સ્વગૅસ્થના મોટાભાઈ મોતિભાઈ સામંડનું અવસાન થયેલ અને અાજે વહેલી સવારે ભગવાનભાઈનું અવસાન થતા ચોટીલા પંથકના માલધારી સમાજે અેક લડાયક અાગેવાન તેમજ સહકારી અગ્રણી ગુમાવતા અા વિસ્તારને અેક ખોટ પડેલ છે. સ્વ.ની અંતિમયાત્રા તેમના વતન હરણીયા ખાતે નિકળેલ હતી જેમા મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના રાજકિય તેમજ સામાજીક અાગેવાનો સાથે અાસપાસના ગ્રામજનો સાથે નાગરીકો જાેડાયેલ હતા અને તેમનો પાથિૅવ દેહ તેમના વતનના સોનાપુરી ખાતે ંચમહાભુતમાં વિલીન થયો હતો. ચોટીલા, હરણીયા અને માલધારી સમાજમાં અને સામંડ પરીવારમાં ઘેરો શોક છવાયેલ છે.


Advertisement