ચૂડાનાં ખાંડીયાનાં ખૂન કેસમાં સંડોવાયેલા ત્રણ અારોપી પકડાયા

13 February 2018 03:41 PM
Surendaranagar
  • ચૂડાનાં ખાંડીયાનાં ખૂન કેસમાં સંડોવાયેલા ત્રણ અારોપી પકડાયા

Advertisement

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૩ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાંડીયા ગામે તા. ૬/રના રોજ સાંજના સમયે ફરીયાદી મુકેશભાઈ રાજાભાઈ ડોરીયાની ભત્રીજી સાથે અાડા સંબંધનો વહેમ રાખી, સામસામે મારા મારી ઝઘડો થયેલ હતો જેમાં માવજીભાઈ રાજાભાઈ ડોરીયાને ગંભીર ઈજા થયેલ હતી જે અંગે ફરીયાદી મુકેશભાઈ રાજભાઈઅે અારોપીઅો મગનભાઈ દાનાભાઈ ડોરીયા, મહેશભાઈ રેવાભાઈ ડોરીયા, સંજય તળશીભાઈ ડોરીયા, ભાવેશ જીવણભાઈ ડોરીયા તથા દાનાભાઈ બાવળભાઈ ડોરીયા વિરૂઘ્ધ ખૂનની કોશિષનો ગુન્હો નોંધાવેલ હતો. અા ખૂનની કોશીશના ગુન્હામાં ગંભીર ઈજા પામનાર માવજીભાઈ રાજાભાઈને પ્રથમ સુરેન્દ્રનગર દવાખાને અને ત્યારબાદ તાત્કાલીક અમદાવાદ વી.અેસ. હોસ્પિટલમાં રીફર કરવામાં અાવેલ હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા, ખુનની કોશીશનો ગુન્હો ખુનના ગુન્હામાં પરિણમ્યો હતો. અા ગુન્હાની તપાસ ચુડા પો.સ.ઈ. અાઈ.કે.શેખ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં અાવેલ હતી. ગુન્હાની ગંભીરતાને ઘ્યાને લઈ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણી દ્વારા અા ગુન્હામાં સંડોવાયેલ તમામ અારોપીઅોને તાકીદે પકડી પાડવા માટે સુચનાઅો કરવામાં અાવેલ હતી. લીંબડી ડીવાયઅેસપી પ્રદીપસિંહ જાડેજાના માગૅદશૅન હેઠળ સ્થાનિક ચુડા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, અેસ.અો.જીની ટીમો બનાવી, અારોપીઅોને પકડી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં અાવેલ હતા. લીંબડી ડીવાયઅેસપી પ્રદીપસિંહ જાડેજાના માગૅદશૅન હેઠળ સ્થાનિક ચુડા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. અાઈ.કે.શેખ તથા સ્ટાફના હે.કો. વખતસિંહ, શિવરાજસિંહ, જશુભાઈ, ખોડુભા, હિતેશભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળેલી બાતમીના અાધારે અારોપીઅો મહેશભાઈ ઉફેૅ નરેન્દ્ર રેવાભાઈ ડોરીયા(ઉ.વ.૩૧), સંજયભાઈ તળશીભાઈ ડોરીયા (ઉ.વ.ર૩) તથા ભાવેશભાઈ જીવણભાઈ ડોરીયા(ઉ.વ.ર૩) રહે. બધા ખાંડીયા, તા. ચુડા, જી. સુરેન્દ્રનગરને પકડી પાડી, ધરપકડ કરવામાં અાવેલ છે. પકડાયેલ અારોપીઅો પાસેથી ગુન્હામાં વપરાયેલ હથિયારો તથા બનાવ સમયે પહેરેલ કપડાઅો કબ્જે કરવા તજવીજ હાથ ધરેલ છે. અા ગુન્હામાં અારોપી મગનભાઈ દાનાભાઈ ડોરીયાને પણ અગાઉ ધરપકડ કરવામાં અાવેલ છે. જયારે અારોપી દાનાભાઈ બાવલભાઈ ડોરીયાને ઈજા થયેલ હોઈ, પકડવાના બાકી છે. અામ, ચુડા પોલીસ દ્વારા અા ગુન્હામાં અારોપીઅોની ધરપકડ કરવામાં અાવેલ છે. પકડાયેલ અારોપીઅોની કબુલાતમાં ફરીયાદી પક્ષને અાડા સંબંધની શંકા હોઈ, જે અંગે બોલાચાલી ઝઘડો થતા અા બનાવ બનેલની કબુલાત કરેલ છે. ચુડા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. અાઈ.કે.શેખ તથા સ્ટાફ દ્વારા અારોપીઅોની પુછપરછ હાથ ધરી, વધુ તપાસ હાથ ધરાવમાં અાવેલ છે.


Advertisement