સાયલા પોલીસ દ્વારા વૃઘ્ધને દેશી મઝલ લોડ બંદુક સાથે ઝડપી લીધા

13 February 2018 03:40 PM
Surendaranagar Crime
  • સાયલા પોલીસ દ્વારા વૃઘ્ધને દેશી મઝલ લોડ બંદુક સાથે ઝડપી લીધા

Advertisement

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૩ તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપકકુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતકૅ કરી, ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં અાવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઅોને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે સુચનાઅો કરવામાં અાવેલ છે. હાલમાં ગેર કાયદેસર હથિયાર પકડવાની ઝુંબેશના ભાગરૂપે લીંબડી ડીવાયઅેસપી પ્રદીપસિંહ જાડેજાના માગૅદશૅન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પીઅેસઅાઈ ડી.ડી.ચુડાસમા, પીઅેસઅાઈ બી.અેસ.સોલંકી તથા સ્ટાફના હે.કો. લખમણભાઈ, ખીમરાજ ગઢવી, ભીખાભાઈ, અનિરૂઘ્ધસિંહ સહિતની ટીમ દ્વારા બાતમી અાધારે સાયલા તાલુકાના મોરસલ ગામની સીમમાં રોડ ઉપર ચેકીંગ દરમિયાન, અારોપી લઘુભાઈ મેરાભાઈ ડાભી જાતે કોળી(ઉ.વ.૬ર) રહે. મંગળકુલ તા. સાયલા જી. સુરેન્દ્રનગરને અેક ગેરકાયદેસર દેશી મઝલ લોડ બંદુક કિંમત રૂા. ૧,૦૦૦/રુ સાથે પકડી પાડી ધરપકડ કરવામાં અાવેલ છે. પકડાયેલ અારોપી વિરૂઘ્ધમાં સાયલા પોલીસ સ્ટેશનમાં પો.કો. ભીખાભાઈ માવજીભાઈ દ્વારા સરકાર તરફે ફરીયાદી થઈ, અામ્સૅ અેકટ મુજબ ગુન્હો નોંધી, અાગળની કાયૅવાહી હાથ ધરવામાં અાવેલ છે. અારોપીઅે અા હથિયાર કોઈ ગુન્હામાં વાપરેલ છે કે કેમ ? ખરેખર અા હથિયાર કયાંથી મેળવેલ છે ? કોઈને ભુતકાળમાં અા હથિયાર અાપેલું હતું કે કેમ ? અા હથિયારનો કોઈ ગુન્હાહિત ઉપયોગ થયો છે કે કેમ ? વિગેરે મુદાઅો સબબ પુછપરછ હાથ ધરી, પોલીસ રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરેલ છે. અારોપીની લીંબડી ડીવાયઅેસપી પ્રદીપસિંહ જાડેજાના માગૅદશૅન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પીઅેસઅાઈ ડી.ડી.ચુડાસમા તથા સ્ટાફના હે.કો. ભીખાભાઈ, ઈન્દ્રસિંહ, લખમણભાઈ, મયુરસિંહ સહિતની ટીમ દ્વારા અાગવી ઢબે પુછપરછ હાથ ધરવામાં અાવતા, પકડાયેલ અારોપીઅે પોતાને સીમમાં અેકલા રહેવાનું હોઈ, જનાવરનો ત્રાસ હોઈ, પાક રક્ષણ માટે હથ્યિાર લીધેલાની તથા રાખેલાની તથા અા હથિયર પોતાના બાપ દાદા વખતનું હોવાની કબુલાત કરવામાં અાવેલ હતી.


Advertisement