સુરેન્દ્રનગરરુરતનપરમાં મોટર સાયકલ ચોરી કરી તરખાટ મચાવતા બે શખ્સો જબ્બે

13 February 2018 03:39 PM
Surendaranagar Crime
  • સુરેન્દ્રનગરરુરતનપરમાં મોટર સાયકલ  ચોરી કરી તરખાટ મચાવતા બે શખ્સો જબ્બે

Advertisement

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૩ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીઅે ઘણા સમયથી સુરેન્દ્રનગર તથા રતનપર વિસ્તારમાં મોટર સાયકલ ચોરીના બનાવો બનતા હોય અને અાવા મોટર સાયકલ ચોરીઅો કરતા ઈસમો ઉપર વોચ રાખી મોટર સાયકલ ચોરીના ગુનાઅો ડિટેકટ કરવા સુચના તથા માગૅદશૅન અાપતા સુરેન્દ્રનગર અેલ.સી.બી. પોલીસ સબ ઈન્સ. અાર.ડી.ગોહીલસાહેબ અેલ.સી.બી. સ્ટાફના અે.અેસ.અાઈ. બાલજીભાઈ પરમાર હેડ કોન્સ. ધમેૅન્દ્રસિંહ વાઘેલા તથા કિશોરભાઈ પારધી, સરદારસિંહ ગોહિલ, પો.કોન્સ. દિપકભાઈ ઠાકોર, અજીતસિંહ સોલંકી, અાબાદખાન મલેક, જયરાજસિંહ ખેર, વિજયસિંહ દિપસિંહ મોહસીનભાઈ કચોટ વિગેરે સ્ટાફના માણસો જોરાવરનગર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ. અજીતસિંહ સોલંકીની ખાનગી બાતમી અાધારે રતનપર, ૩૪ નંબર અાગળ, અાલ્ફા સ્કુલ તરફ જવાના રસ્તેથી શંકાસ્પદ અલગ અલગ બે મો.સા. સાથે બે ઈસમો નરેશભાઈ ઉફેૅ લખમણ ઉફેૅ લખો બાબુભાઈ દેવીપૂજક ઉ.વ.ર૧ રહે. રતનપર, રાજકોટ બાયપાસ રોડ, રજવાડુ હોટલ સામે ઝુપડામાં અજયભાઈ ઉફેૅ કાનો અમરશીભાઈ દેવીપૂજક ઉ.વ.૧૯ રહે. રતનપર, નારણપરા વિસ્તાર તા. વઢવાણ વાળાઅોના કબજામાંથી તથા પોતાના ઘરેથી અાધાર પુરાવા કે કાગળો વગરના મો.સા. કુલ ૪ મળી અાવેલ હતા. ગઈ ઉતરાયણના દિવસે સુરેન્દ્રનગર, હાઉસીંગ પાસે, જે.અેન.વી. સ્કુલ પાસેથી કાળા કલરનું સિલ્વર પટ્ટાવાળુ હીરો સ્પ્લેન્ડર પ્રો. મો.સા. રજી. નં. જીજે ૧૩ જેજે ૬૭૮૯ વાળા મો.સા.ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પો.સ્ટે. ફસ્ટૅ ગુરન ૦૮/૧૮ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે.ત્રણ ચાર મહિના પહેલા રતનપર, દશૅન સ્કુલ પાસેથી કાળા કલરનું સિલ્વર પટ્ટાવાળુ હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જોરાવરનગર પો.સ્ટે. ફસ્ટૅ ગુરન ૧૭/૧૮ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે. અેકાદ વષૅ પહેલા બોટાદ ખાતેથી અેક કાળા કલરનો હિરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા. રજી. નં. જીજે ૦૪અેઅે ૭૭ર૪ વાળા મો.સા.ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. બોટાદ પો.સ્ટે. ફસ્ટ ગુરન ૧પ/૧૮ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે. બે મહિના પહેલા રતનપર, ચોરા પાસેથી અેક હિરોહોન્ડા સીડી૧૦૦ ડીલક્ષ મો.સા. રજી.નંબર જીજે ૧અેજે ૬૦૮૬ વાળા મો.સા.ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.


Advertisement