જસદણના સાણથલીના પીઢ અગ્રણી બાબુભાઈનું અવસાન

13 February 2018 03:29 PM
Jasdan

અંતિમયાત્રામાં આગેવાનો ગ્રામજનો જોડાયા

Advertisement

સાણથલી તા.13
જસદણ તાલુકાના સાણથલી ગામના અગ્રણી, પીઢ નેતા સરદાર સહકારી મંડળીના પ્રમુખ, માજી સરપંચ, શ્રી બાબુભાઈ નરશીભાઈ (ઉ.વ.70)નું અવસાન થતા ગામની બજારો બંધ રહી હતી. સ્મશાનયાત્રામાં આગેવાનો, ગ્રામજનો જોડાયા હતા.
સમગ્ર પંથકમાં લોકચાહના, ખેડુત આગેવાન અને સમગ્ર જ્ઞાતીના આગેવાન તરીકે લોકચાહના મેળવનાર બાબુભાઈ સ્વામીનારાયણ મંદિરે આર્ધશતાબ્દી મહોત્સવમાં હાજરી આપી સાણથલી પરત આવતા હતા ત્યારે મોટર સાયકલ અકસ્માતથી સ્લીપ થતા મણકામાં તથા મોઢા ઉપર ઈજા થઈ હતી જે મણકાનું અમદાવાદ ખાતે ઓપરેશન પણ કરાવ્યુ હતું. પરંતુ બે દિવસ પહેલા અચાનક તબીયત લથડતા વોકહાર્ટ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. બાદમાં અવસાન થતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


Advertisement