યુવા પેઢીની અંગ પ્રદર્શનની હોડ સામે વાલીઓ જાગૃત બને: યોગી શેરનાથ બાપુનો સંદેશ

13 February 2018 03:27 PM
Junagadh
  • યુવા પેઢીની અંગ પ્રદર્શનની હોડ સામે વાલીઓ જાગૃત બને: યોગી શેરનાથ બાપુનો સંદેશ

વિદેશીઓ ભારતીય સંસ્કૃતિ નિહાળવા આવે છે ત્યારે ; ભવનાથ ક્ષેત્રે નાત-જાતના ભેદભાવ વગર ભુખ્યાને ભોજન: પરંપરા જળવાઈ

Advertisement

જુનાગઢ તા.13
ભવનાથ ક્ષેત્રમાં બીરાજતા અને 24 કલાક ભુખ્યાને રોટલો અને ઓટલો આપી માનવ સેવાનો ભેખ ધારણ કરી સામાસંત તરીકે કોઈ જાતની ખટપટ રાજકીય કાવાદાવા હુંસાતુંસીથી કાયમના માટે પર રહેતા ત્રિલોકનાથઝીના આશ્રમના મહંત યોગી શેરનાથ બાપુની જગ્યામાં ગમે ત્યારે ગમે તેટલા લોકો ગમે તે સંપ્રદાયના હોય ચાહે તે હિન્દુ હોય કે મુસ્લીમ પારસી સધુ હોય કે ફકીર ત્રિલોકનાથજીની જગ્યામાં ગમે તે સમયે ગરમાગરમ ભોજન જમાડવામાં આવે છે જે મહાશિવરાત્રી પુરતી જ આ વાત નથી કાયમ 24 કલાક માટે અલખનો ઓટલો હોય તેમ ભુખ્યાને અન્ન જમાડવામાં આવે છે. માત્ર જમાડવા ખાતર જ નહીં ખુદ શેરનાથ બાપુ જાતે દરેક વ્યકિતઓની દેખરેખ રાખી કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં તેવી સદભાવના વિચારથી હરીહરની હાકલ ‘આદેશ’ના નાદ સાથે આંગતુકોની જઠરાગ્નિને શાન્ત અહી કરવામા આવે છે.
નાથ સંપ્રદાયના આ યોગી સાધુએ હાલના સમાજમાં દીકરી દીકરાઓની ચીંતા કરતા જણાવ્યું છે કે ટુંકા વસ્ત્રો અર્ધ ઉઘાડા કપડા પહેરી વિદેશીઓનું અનુકરણ કરતા જોવા મળી રહેતા બાળકોના માતા પીતા પરીવારે જાગવું જરૂરી છે. અંગ પ્રદર્શનની હોડમાં આજના યુવાનો યુવતીઓએ આપણી પરંપરા આપણી સંસ્કૃતિને ભુલવી ન જોઈએ. વિદેશમાંથી લોકો આપણી સંસ્કૃતિને આપણી રીત ભાત કુટુંબ ભાવના માત્ર ભારતમાં જોવા મળે છે તેનો અભ્યાસ કરવા અહીં આવે છે ત્યારે અનેક યુવક યુવતીઓ અંગ પ્રદર્શન કરતા હોય તે વાલીઓએ સમજવાની જરૂરત છે તેમ જણાવ્યુ હતું.


Advertisement