ધોરાજીના ભૂતવડની સરસ્વતી વિદ્યાપીઠમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કલકલ’ યોજાયો

13 February 2018 03:26 PM
Dhoraji
  • ધોરાજીના ભૂતવડની સરસ્વતી વિદ્યાપીઠમાં
સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કલકલ’ યોજાયો

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા)
ધોરાજી તા.13
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સ્વ. રતિલાલ વઘાસિયા સ્મારક ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર ભૂતવડ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કલકલ’ ગત તા.8/2ના રોજ સરસ્વતી વિદ્યાપીઠ ભૂતવડ ખાતે યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો. એન.આર. સગારકા સૌરાષ્ટ્ર વિભાગ વિદ્યાભારતી અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટીયા, ઈ.આઈ. વિપુલભાઈ મહેતા, મેનેજીંગ ટ્રસ્ટી રણછોડભાઈ વઘાસીયા, પ્રિન્સીપાલ બાબરીયા તથા મુકતાબેન વઘાસીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. સગારકાએ શિક્ષણની સાથે સંસ્કાર પણ જરૂરી છે. તે બાબતે વાતો કરી હતી. જયંતીભાઈ રાજકોટીયાએ વિદ્યાર્થીના વિકાસમાં માતા પિતાની ભૂમિકા પાઠય પુસ્તક ઉપરાંત વિદ્યાભારતીએ નકકી કરેલ પાંચ આધારભૂત વિષયોની વાત કરી હતી.
આ કાર્યક્રમમાં ગણેશ સ્તુતી ગીત અભિનયગીત રાસ ડાંગીનૃત્ય માઈમ તથા એકપાત્રીય અભિનય વિદ્યાર્થીઓએ રજુ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.


Advertisement