ભેંસાણના પરબવાવડીમાં કુવો ગાળતા શ્રમીક પર પથ્થર પડતા મોત નિપજયું

13 February 2018 03:25 PM
Junagadh

ડમી વિદ્યાર્થી તરીકે ઝડપાયેલ યુવાનનો આપઘાત

Advertisement

જુનાગઢ તા.13
પરપ્રાંતિય આદીવાસી હાલ ભેંસાણના પરબવાવડી ગામે રહેતા અને કુવો ગાળવાનું કામ કરતા યુવાન સાજુભાઈ માસુરભાઈ કથાન (ઉ.27) કુવામાં કામ કરી રહ્યા હતા ત્યારે પથ્થર માથા પર પડતા ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નોંધાયુ હતું. બનાવની તપાસ ભેંસાણ પોલીસે હાથ ધરી છે.
ડમી વિદ્યાર્થીનો આપઘાત
કેશોદના બાવાની પીપડી ખાતે રહેતો યુવાન નરેશભાઈ ગોવિંદભાઈ રાવલીયા અગાઉ પરીક્ષામાં ડબી ઉમેદવાર તરીકે પકડાય જતા જેલમાં જવુ પડેલ જે બાબતનો કેસ ચાલતો હોય અને ફરીને જેલમાં જવુ પડશે તેના ડર અને ભયથી ગઈકાલે તેના ઘરે ઝેરી ટીકડા ખાઈ લેતા મોત નોંધાયુ હતું. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં
માણાવદર પટેલ ચોકમાં રહેતા પટેલ લીલાવંતીબેન હરજીવનભાઈ (ઉ.63)ને કોઈ બાળક ન હોય અને છેલ્લા 12થી 15 વર્ષથી કમ્મરનો દુ:ખાવો હોય જેની દવા ચાલુ હોય તેનાથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજયુ હતું. બનાવની તપાસ માણાવદર પોલીસે હાથ ધરી છે.
એસીડ પીધુ
કેશોદ ખાતે રહેતા ઉષાબેન જીજ્ઞેશભાઈ કાનગ્રા (ઉ.36) વાળી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે એસીડ પી લેતા કેશોદથી જુનાગઢ હોસ્પીટલ પ્રાઈવેટમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ છે.


Advertisement