ધોરાજીના ગુંદાળા પાસે બાઈક પરથી ફંગોળાઈ ડીવાઈડર સાથે અથડાતા શિક્ષક દંપતી અને પુત્રીને ઈજા

13 February 2018 03:25 PM
Dhoraji
  • ધોરાજીના ગુંદાળા પાસે બાઈક પરથી ફંગોળાઈ ડીવાઈડર સાથે અથડાતા શિક્ષક દંપતી અને પુત્રીને ઈજા
  • ધોરાજીના ગુંદાળા પાસે બાઈક પરથી ફંગોળાઈ ડીવાઈડર સાથે અથડાતા શિક્ષક દંપતી અને પુત્રીને ઈજા

ત્રણેય ઈજાગ્રસ્તો જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ: બાઈકમાં પંચર પડતા અકસ્માત

Advertisement

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા. ૧૩ ધોરાજી નજીકના ગુંદાળા પાસે બાઈક પરથી ફંગોળાઈ ડીવાઈડર સાથે અથડાતા શિક્ષક દંપતી અને તેની સાત વષૅની પુત્રીને ઈજા થવા પામી હતી. બાઈકમાં પંચર પડવાના કારણે અા ઘટના બની હતી. અા અંગે મળતી વિગતો મુજબ ધોરાજીના નાની પરબડી ગામે અાવેલ પ્રાથમીક શાળામાં શિક્ષીકા તરીકે નોકીર કરતા કલ્પનાબેન શૈલેષભાઈ ખંભાયતા (ઉવ. ૪૦) અને તેના પતી શૈલેષભાઈ પ્રવીણભાઈ ખંભાયત (ઉવ. ૪૧) તથા તેની પુત્રી નિરજા શૈલેશભાઈ (ઉવ. ૭) અેમ ત્રણે (રહે. જેતપુર વાળા) બાઈક પર ધોરાજી અાવતા હતા. તે દરમિયાન ધોરાજી નજીક ગંુદાળા ગામ પાસે બાઈકમાં અેકાઅેક પંચર પડતા શૈલેશભાઈઅે બાઈક પરનો કાબુ ગુમાવતા ત્રણે ફગોળાયા અને ડિવાઈડર સાથે અથડાતા ત્રણેયને ઈજાઅો થતા ૧૦૮ને જાણ કરાતા સમાચાર ન અાવતા અંતે ધોરાજીના સેવાભાવી યુવાનો ખોડલધામના દશૅન પરત અાવતા તેઅોઅે પાનેલીને અેબ્લુસર રોકી ગણોને સારવાર માટે ધોરાજીની સરકારી દવાખાને લાવેલ હતા. ઈજા પામનાર શૈલેષભાઈ ધોરાજીની અાદશૅ સ્કુલમાં અંગે્રજી વિભાગમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. અા બનાવ અંગે સ્કુલના ટ્રસ્ટી કાતીૅકેયભાઈ પારખને જાણ કરતા તેઅો અને સ્ટાફ બંધુ અા હોસ્પીટલ ખાતે દોડી અાવેલ હતા. જાણવા મળતી વિગતો મુજબ ધોરાજીમાં યોજાનારી ચુટણીને લઈને તેઅો મીટીગમાં અાવતા હતા અને ઘેર કોડૅન હોવાથી નાની પુત્રીને સાથે લીધી હતી તેને પણ ઈજાઅો થયેલ હતી અને ત્રણેને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઅેલ છે.


Advertisement