ઉનામાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ 85 હજારની મતા ચોરી

13 February 2018 03:22 PM
Junagadh Crime
Advertisement

ઉના તા.13
ઉના શહેરમાં જાણે રેઢુપટ હોય તેમ તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. શહેરના 80 ફુટ રોડ પર બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ રોકડ રકમની ચોરી કરી ગયાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ યાકુબભાઇ યુસુબભાઇ સોરઠીયા રહે. 80 ફુટ રોડ એવરેસ્ટ સોસાયટીમાં ગતરાત્રીના સમયે બંધ મકાનના દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી જુદા જુદા દરની નોટો રોકડ રકમ રૂ.. 85 હજારની ચોરી કરી નાશી છુટ્યા હતા. આ બાબતે પોલીસ તસ્કરોને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે. જ્યારે શહેરમાં અવાર નવાર ચોરીના બનાવો થતા પોલીસ દ્રારા રાત્રી દરમ્યાન સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામેલ છે.


Advertisement