અમરેલીમાં વિવિધ પ્રશ્ર્ને જનતાને બાનમાં લેતી પાલિકા

13 February 2018 03:21 PM
Amreli

ગુજરી બજાર, રખડતા શ્ર્વાન, ગાયોના પ્રશ્ર્ને જનતા પરેશાન

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 13
અમરેલી શહેર માટે માથાનાં દુ:ખાવારૂપ બનેલ રવિવારની ગુજરી બજાર, શ્વાન અને રખડતી ગૌ-માતાનો પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી યથાવત છતાં પણ પાલિકાનાં શાસકોને શહેરીજનોનાં હિતની કોઈ ચિંતા જોવા મળતી નથી.
દર રવિવારે લાયબ્રેરી ચોકમાં ભરાતી ગુજરી બજારનાં કારણે જંગલરાજનો અહેસાસ શહેરીજનો કરી રહૃાા છે. શહેરીજનોને રજાનાં દિવસે લાયબ્રેરી કે રામજી મંદિરમાં જવાની મુશ્કેલી ઉભી થાય છે અને આ માર્ગ પરથી પસાર થવું એટલે ચક્રવ્યુહમાંથી હેમખેમ બહાર નીકળવા જેવું બને છે.તદઉપરાંત શહેરનાં રાજમાર્ગોથી લઈને અંતરિયાળ ગલીઓમાં રખડતા શ્વાન અને ગૌ- માતાને લઈને પણ શહેરીજનો ત્રાહીમામ પોકારી ચુકયા હોય અને આ સમસ્યા ઘણા મહિનાઓથી હોવા છતાં પણ પાલિકાનાં ચીફ ઓફીસર, ધારાસભ્ય કે સાંસદ કશી જ કાર્યવાહી કરતાં નથી.
શહેરમાં આમ તો ગલીએ ગલીએ આગેવાનો અને ચોકે-ચોકે સંસ્થાઓ જોવા મળે છે. પરંતુ જનહિતમાં કોઈ આગળ આવતું ન હોય શહેરીજનો માટે ” તો જાયે કહા” જેવી સ્થિતિ જોવા મળી રહી છે.


Advertisement