ઉનામાં નવનિર્માણ બાયપાસમાં અંડરબ્રીજ મુકવા માંગ

13 February 2018 03:21 PM
Junagadh
  • ઉનામાં નવનિર્માણ બાયપાસમાં અંડરબ્રીજ મુકવા માંગ

નેશનલ હાઇવેમાં બાયપાસ ઓળંગવો મુશ્કેલ : ગંભીર અકસ્માતો નિવારવા અંડરબ્રીજ બનાવવા આવેદનપત્ર

Advertisement

ઉના તા.13
સોમનાથ ભાવનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ ચાલુ હોય જેમાં ઉના બાયપાસ રસ્તો પસાર થતો હોવાના કારણે અને આ બાયપાસ પર થી તાલુકાના 12 ગામના વાહનો, રાહદારીઓ, વિદ્યાર્થી બાળકો, ઉના શાળાએ અભ્યાસ અર્થે આવતા જતા હોય જેથી આ રસ્તા પર નેશનલ હાઇવે દ્રારા અંડરબ્રીજ રાખવામાં ન આવતા ક્રોસીંગવાળા રસ્તે ગંભીર અકસ્માતો થવાની સંભાવના હોય જેથી આ નેશનલહાઇવે ઉના બાયપાસ રોડ પર વરસીંગપુર જવા માટેના મુખ્ય રસ્તે અંડરબ્રીજ બનાવવામાં આવે તેવી માંગ સાથે 12 ગામોના એભાભાઇ, બાબુભાઇ, ધનજીભાઇ મેવાડા, હિતેશભાઇ સોલંકી સહીતના બહોળી સંખ્યામાં લોકો તેમજ આગેવાનો દ્રારા ડે.કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી છે.
આ અંગેની રજુઆતમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ શરૂ છે. ત્યારે ઉના બાયપાસજે જગ્યાએથી પસાર થાય છે ત્યાં વરસીંપુર -ઉના જવાનો મુખ્ય રસ્તો પસાર થાય છે. પરંતુ આ રસ્તા પર ક્રોસીંગ આવે તેમ છે. જેથી આ ક્રોસીંગ રસ્તા પર હાલ સ્થગિત સ્થિતીમાં છે. આ રસ્તા ઉપરથી વરસીંગપુર, ડમાસા, રાતડ, એલમપુર, ફુલકા, ઉંદરી, મધરડી, ભેભા, રાણવશી, આંકોલાળી, વેળાકોટ અને પાંડેરી સહીતના ગામોના લોકોને ઉના આવવા જવા માટે અને સતત અવર જવર વાળો રસ્તો આવેલો છે. તેમાં આ ગામોના વિદ્યાર્થીઓ, રાહદારીઓ તથા વાહન વ્યવહારનો અવર જવર થતો હોય છે. આ રસ્તા ઉપરથી સાયકલ તેમજ અન્ય વાહનો મારફત અભ્યાસ અર્થે ઉના આવતા હોવાથી આ રસ્તો શરૂ થશે તો ઉપરોક્ત પરિસ્થીતીમાં જો અંડરબ્રીજ ન રાખવામાં આવે તો આ ક્રોસીંગ ઉપર અંડરબ્રીજ બનાવવામાં આવે તો જ ભવિષ્યમાં ઉભી થનાર પરિસ્થતીનો હલ નિકળી શકે તેમ હોય અને આ 12 ગામોનો મુખ્ય વ્યવહાર ઉના સાથે સંકળાયેલ હોય અને આ રસ્તાનો વધુ પડતો ઉપયોગ થતો હોવાથી ભવિષ્યમાં થનાર નાના મોટા અકસ્માતો નિવારવા માટે જરૂરી ઉપાયો કરી સરકારના હિતમાં આ જગ્યા પર ફેરફાર કરી અંડરબ્રીજ મુક્વામાં આવે તેવી માંગ કરી હતી. આમ કરવામાં નહી આવે તો દિવસ 7 માં ગ્રામજનોએ ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે ચક્કાજામ કરવાની ફરજ પડશે તેવી આવેદન પત્રમાં ઉચ્ચારવામાં આવે છે.
આ બાબતે ગીરસોમનાથ જીલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ હરીભાઇ સોલંકીએ ડે.કલેકટર સાથે ચર્ચા કર્યા બાદ જણાવેલ હતુ કે આ ગામનાં લોકોની વ્યથા સરકાર સમક્ષ રજુ કરી તેમની મુશ્કેલીનું નિવારણ થાય તે પ્રયત્ન કરીશુ તેમજ હાઇવે ઓથોરીટીનાં અધિકારીને પણ મળીશુ અને આ બાબતે રજુઆત કરવામાં આવશે.


Advertisement