દેલવાડામાં હસ્તમેળાપ બાદ ફેરા ફરવા ક્ધયાનો ઇન્કાર : જાનૈયા હતપ્રભ : જાન પરત ફરી

13 February 2018 03:20 PM
Amreli

ડી.જે.ના તાલે આવેલી જાનના પોંખણા થઇ ગયા : અડધા જાનૈયાઓ જમવા પણ મંડયા ત્યાં ક્ધયાએ ફેરાની ના પાડતા ચર્ચા

Advertisement

ઉના તા.13
ઉના પંથકમાં લગ્ન ગાળાની મોસમ પુર બહારમાં જોવા મળી રહી છે. અને ઠેર ઠેર લગ્નનાં ગીતનાં શરણાઇના સૂર સાંભળવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ તાલુકાના દેલવાડા ગામે ડી.જે નાં તાલે બાજુના ગામેથી જાન આવી અને બાદમાં ક્ધયાએ ફેરા ફરવાનો સાફ શબ્દમાં ઇન્કાર કરતા બન્ને પક્ષનાં લોકો અચંબામાં પડી ગયા હતા. તો બીજી તરફ ક્ધયા પણ પોતાનાં ફેરા ન ફરવાનાં નિર્ણય પર અડગ રહેતા અંતે જાન લીલા તોરણે પરત ફરી હતી. આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે. જ્યારે ક્ધયાએ શા માટે ફેરા ફરવાનો ઇન્કાર કર્યો તે અંગેનું સાચું કારણ બહાર આવેલ નથી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાલુકાનાં નાંદણ ગામનાં વાજા પરિવારનાં સંદિપભાઇ વાજાનાં લગ્ન દેલવાડાની રૂપલબેન બાલુભાઇ બાંભણીયા સાથે નિર્ધારેલ હોય અને આજરોજ ઉના મુકામે કોળી સમાજનાં સમુહ લગ્નમાં નવદંપતી પ્રભુતામાં પગલા માંડવાનાં હોય અને બન્ને પરિવારોમાં લગ્નની ખુશીઓ જોવા મળતી હતી. પરંતુ સમુહ લગ્નમાં લગ્ન કરવા નહી અને દેલવાડામાં લગ્ન કરવા તેવું અંત સમયે નક્કી કર્યુ. અને લગ્નની તૈયારીઓ પણ થઇ ગઇ અને ગોરબાપા પણ લગ્ન મંડપે પહોચી ગયેલા અને મંડપમાં ગોળધાણા તેમજ લગ્ન વિધીની તૈયારીઓને આખરી ઓપ પણ આવી દિધો હતો. અને બસ હવે જાની આવવાની રાહ જોવાતી હતી. અને થોડીવારમાં ડી.જે.નાં તાલે વાજતે ગાજતે દેલવાડાથી 4 કિ.મી દૂર નાંદણ ગામેથી જાનનું આગમન થયુ અને શૂટ બૂટમાં વરરાજાનું લગ્ન મંડપમાં આગમાન થતાની સાથેજ વરરાજાનાં પોખણા થવા કપાળે ચાંદલો કર્યો અને જાનૈયાઓની ખુશી ક્યાંય સમાતી ન હતી. અને બધાનાં ચહેરા પર ખુશીઓ જોવા મળતી હતી. અને જાનૈયાઓ પણ લગ્ન ગીતો ગાતા હતા. અને લગ્નની વિધીનાં પ્રારંભ થયો અને લગ્ન મંડપમાં હસ્ત મેળાપની વિધીનાં પ્રારંભ થયો અને બીજી તરફ જાનૈયાઓને ભાવતા ભોજનિયા માટેનું આમંત્રણ આપવામાં આવ્યુ એક તરફ હસ્તમેળાપની વિધી પૂરી થઇ અને મોટાભાગનાં જાનૈયાઓ ભોજનની તૈયારી કરવા લાગેલા તો બીજી તરફ હસ્તમેળાપ પછી ફેરા ફરવાની તૈયારી થવા લાગી અને ગોળબાપાએ ફેરા ફરવાનું કહેતાજ ક્ધયાએ ફેરા ફરવાનો ઇન્કાર કરતા ગોળબાપા સહીતનાં મંડપમાં ઉભેલા તમામ સ્તબ્ધ થઇ ગયા હતા. અને અચાનકજ કોઇએ પણ વિચાર્યુ ન હોય તેવી બાબત સામે આવી કે ક્ધયાએ ફેરા ફરવાનીના પાડતા જ્યાં ચહેરા પર લગ્નની ખુશી જોવા મળતી હતી. તે ચહેરા પરથી અચાનક ખુશી ગાયબ થઇ ગઇ અને તમામ લોકોનાં ચહેરા પર ચિંતા લકીરો ઉભરી ગઇ અને ક્ધયાને ફેરા ફરવા સમજાવાનાં અથાગ પ્રયત્નો કર્યા ગામમાંથી આગેવાનો પણ આવ્યા અને જાનમાં આવેલા વડીલો સહીત બન્ને પક્ષનાં લોકોએ ક્ધયાને ફેરા ફરવા સમજાવેલ પરંતુ ક્ધયા પોતાની ફેરા ન ફરવાની વાત પર અડગ રહેતા અંતે જાન લીલા તોરણે પરત ફરી હતી. આમ લાડીને લેવા વાજતે ગાજતે આવેલો વર લાડીને લીધા વિના પરત ફરતા નાના એવા ગામમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે. પરંતુ ક્ધયાએ શા માટે ફેરા ફરવાનો ઇન્કાર કર્યા તે કારણ બહાર આવેલ નથી. હાલ બન્ને પક્ષનાં આગેવાનો એકત્ર થઇ સમજાવટનાં પ્રયત્ન હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

અર્ધા જાનૈયા જમ્યા અને અર્ધા જમ્યા વગરનાં રહ્યા
એક તરફ હસ્તમેળાપની વિધી પૂર્ણ થયા બાદ જાનૈયાઓ ભાવતા ભોજનિયા માટેનું કહેતા જાનૈયાઓ જમવા બેસી ગયા અને થોડા જાનૈયા જમવાની વાટે હતા. અને થોડા ત્યાં અચાનક ક્ધયાએ ફેરા ફરવાનો ઇન્કાર કરતા અર્ધા જાનૈયા જમ્યા વગરનાં રહ્યા લગ્નની ખુશીઓ માત્ર ફેરા નથી ફરવાનું કહેતા ગાયબ થઇ ગઇ.

વર-ક્ધયા મામા ફઇનાં પિતરાઇ થાય છે.
જાણવા મળતી વિગત મુજબ વર ક્ધયા મામા ફઇનાં થતા હોવાથી લગ્ન અંદરો અંદર સગામાં થતા હોય તેમ છતાં પણ ક્ધયાએ ફેરા ફરવાનો ઇન્કાર શા માટે કર્યો તે પણ એક સવાલ છે. હાલ તો દેલવાડામાં આવેલ જાન ક્ધયાને લીધા વગર પરત ફરી તે ચર્ચાનો વિષય બનેલ છે.

ક્ધયાની મરજી વિરૂઘ્ધ લગ્ન થતા હોવાની કંટ્રોલમાંથી જાણ થયેલ...પોલીસ
આ લગ્નમાં કંઇક અટપટો મોલો હોય તેમ કોઇ જાગૃત નાગરીકે વેરાવળમાં કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરેલ કે દેલવાડામાં ક્ધયાની મરજી વિરૂધ્ધનાં લગ્ન થાય છે. તેથી ઉના પોલીસને જાણ કંટ્રોલ રૂમમાંથી થતા દેલવાડા ઓ.પી.નાં પોલીસ જમાદાર ત્યાં પહોચેલ અને ક્ધયાને પૂછેલ કે તારી મરજી વિરૂધ્ધ લગ્ન થાય છે તો ક્ધયાએ ના પાડેલ અને પોલીસને જણાવેલ કે મારી મરજીથી લગ્ન થાય છે. તેથી પોલીસે તેમનું નિવેદન જન્મ તારીખનો દાખલો લીધેલ તેમની માતાનું પણ નિવેદન નોંધેલ બાદમાં ક્ધયાએ હસ્તમેળાપ બાદ ફેરા ફરવાની ના પાડી તે બાબતે સમજની બહાર છે.


Advertisement