મોરબીમા સંસ્કૃત પુનરોત્થાન માટે સંસ્કૃત સંમેલન યોજાયુ

13 February 2018 03:09 PM
Morbi
  • મોરબીમા સંસ્કૃત પુનરોત્થાન માટે સંસ્કૃત સંમેલન યોજાયુ
  • મોરબીમા સંસ્કૃત પુનરોત્થાન માટે સંસ્કૃત સંમેલન યોજાયુ

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.13
સંસ્કુતના પુનરોત્થાન સાથે સંસ્કુતને અઘરી નહીં પણ સરલ હોવાનું જણાવી દુનીયાના જાણીતા દેશોમા સંસ્કુતના મહત્વનો સ્વિકાર સાથે આજે સમગ્ર વિષ્વની નજર ભારત પર છે.ત્યારે સંસ્કુત અને સંસ્કુતિનો માહત્મય સમજી ફરી એકવાર ભારત વિષ્વગુરુ બનવા જઈ રહયુ છે. સમગ્ર વિષ્વ આજે યોગમય બનવા સાથે સંસ્કુતને સ્વિકારતુ થઈ રહયુ છે ત્યારે સંસ્કુત ભારતી દ્રારા એક મહાઅભિયાન સાથે દેશભરમા સંસ્કુતના પુનરોત્થાનના ભાગરુપ મોરબી ખાતે પણ સંસ્કુત સંમેલન યોજાયુ હતુ.
આ સંમેલનના ઊદેશ અંગે વાત કરતા ગુજરાત પ્રાંતના પાલીવાલે જણાવેલ કે સંસ્કુતના જતનથી જ સંસ્કૃતીનું જતન થઇ શકશે.તો સંસ્કૃતના સારા અભ્યાસુ અને મુસ્લીમ યુવતી કે જેણે મહાભારત ઊપર અભ્યાસ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કયોઁ છે તે વિધ્યાર્થીની સાયરાબાનુએ જણાવેલ કે સંસ્કુત દરેક ભાષાની જનની છે.તેમજ ડો.પનારા સહીત અન્યોએ પણ સંસ્કુતના મહત્વ સાથે પ્રાસડગીક પ્રવચનો કયાઁ હતા. આ તકે વિગ્યાન પ્રદર્શન,વસ્તુ પ્રદર્શન,સંસ્કુત વિકીપીડીયા,પુસ્તકાપણ,શા્ત્રગ્રંથ એવમ સંમેલનમા ઊપસ્થીત મહાનુભાવોના પ્રેરક પ્રવચન માર્ગદર્શનથી મોટી સંખ્યામા ઊપસ્થિત સંસ્કુત પ્રેમીઓ અને જીગ્નાશુઓ સંસ્કુત ભારતીના આ મહાઅભીયાનથી અભીભુત બનેલ. .ઉલ્લેખનીય છેકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા પણ સંસ્કુત ભાષાના વૈષ્વિક કક્ષાએ સદીઓ પહેલા આપણા પ્રાચીન રુષીમુનીઓએ હજારો વર્ષ પહેલા સંસ્કુતમા રચેલ ગ્રંથોના અભ્યાસ સાથે આજે જેને વિષ્વ આધુનીક ભેટ માને છે જે વાસ્તવિક રીતે આપણા રુષીમુનીઓની દેન હોવાનુ જણાવતા હોય છે. ત્યારે સંસ્કુતના માહતેમય સમજી દરેક ભારતીયની ફરજ હોવાનુ જણાવતા હોયછે મોરબી ટાઉન હોલ ખાતે સંસ્કૃત ભારતી દ્વારા જિલ્લાના પ્રથમ સંસ્કૃત સંમેલનનું ભવ્ય રીતે આયોજન થયું.જેમાં સાંજે 5:00 થી 8:00 સંસ્કૃત પ્રદર્શની ગોઠવવામાં આવી હતી.સંસ્કૃતપુસ્તકો,ગ્રન્થો,વિકિપીડિયા,વિજ્ઞાન,વસ્તુ,વારસો વગેરે સંપૂર્ણપણે સંસ્કૃત વિષયનું મહત્વ ઉજાગર કરતી પ્રદર્શની લોકોએ માણી. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદભુત કાર્યની વિશેષતા એ હતી કે તેનું સંચાલન સંપૂર્ણ રીતે સંસ્કૃતમાં તેમજ તમામ કૃતિ પણ સંસ્કૃતમાં કરવામાં આવી.ટાઉનહોલ સંપૂર્ણ ભરાય ગયો.અને સંસ્કૃત અનુરાગી લોકોએ ત્રણ કલાકનો પૂર્ણ કાર્યક્રમ માણ્યો.અખંડિત સંસ્કૃત વાતાવરણથી માહોલ ખરેખર સંસ્કૃતમય બન્યો. સંસ્કૃતના પ્રસાર અને પ્રચાર માટે થયેલા આયોજનથી લોકોનો સંસ્કૃત પ્રત્યેનો લગાવ વધ્યો. સંસ્કૃત વ્યવહારની ભાષા બને અને આ ભાષા શીખવી કઠિન નથીએ સંદેશો ઘર ઘર સુધી લઈ જવા માટે તમામ લોકોએ સંકલ્પ કર્યો હતો.. કાર્યક્રમ ને સફળ બનાવવા મોરબી સંસ્કૃતભારતી જિલ્લા સંયોજક કિશોરભાઈ શુક્લ અને સ:સંયોજક મયૂરભાઈ તેમજ તમામ કાર્યકર્તાઓએ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.


Advertisement