ટંકારામાં બોધોત્સવની ઉજવણીનો પ્રારંભ

13 February 2018 03:08 PM
Morbi
  • ટંકારામાં બોધોત્સવની ઉજવણીનો પ્રારંભ
  • ટંકારામાં બોધોત્સવની ઉજવણીનો પ્રારંભ
  • ટંકારામાં બોધોત્સવની ઉજવણીનો પ્રારંભ

વિશાળ ઋષિયાત્રા યોજાઇ : આજે હિમાચલ પ્રદેશના રાજયપાલ દેવવ્રતજી પધારશે : વિવિધ કાર્યક્રમોના આયોજનો

Advertisement

(જયેશ ભટ્ટાસણા) ટંકારા તા.13
ટંકારા ગામે જન્મી દેશમા આયઁસમાજ ની સ્થાપના કરી આયઁ બનોનુ સુત્રઆપનાર સ્વામી દયાનંદ સરસ્વતી નો બોધોત્સવ ટંકારા ના ગુરુકુળ દ્વારા વષોઁ થી મહાશિવરાત્રિ ની રાત્રીને ૠષિ બોધોત્સવ તરીકે ઉજવવા મા આવે છે. જે અંતઁગત ઉજવણી નો પ્રારંભ થઇ ચુકયો છે. અને વિશાળ ઋષિ યાત્રા નગર મા ફરી હતી. દેશભરમાંથી આયઁવિચારકો નો પ્રવાહ ટંકારા આવી પહોંચ્યા છે. બપોર પછી હિમાચલ પ્રદેશ ના મહામહીમ દેવવ્રતજી હાજર રહશે.
ટંકારા શહેરના જીવાપરા શેરી મા વસતા સાધારણ બ્રાહ્મણ પરિવાર ના કરશનજીભાઇ ત્રિવેદી ના ઘરે જન્મેલા મૂળશંકર નામનો ચૌદ વષઁ નો બાળક તેના પિતા સાથે મહાશિવરાત્રિ ની રાત્રે ગામના તમામ બ્રાહ્મણો સાથે મહાદેવ ના મંદિરે ચારપ્રહર ની શિવપૂજા કરવા ગયો હતો ત્યારે મધ્ય રાત્રીના બ્રાહ્મણો પૂજાવિધી આટોપી ને મંદિર મા પોઢયા હતા ત્યારે ચંચળ મૂળશંકર જાગી ને જોતાં શિવલિંગ ઉપર ઉંદર ને ફરતો જોતા જ શિવમા જીવ નથી શિવલિંગ ને પથ્થર ની મૂતિઁ માનીને સાચા શિવની શોધમાં નિંદ્રાધિન પિતા ને પ્રણામ કરીને ઘર પરિવાર ત્યાગી ને નિકળી ગયા હતા. અને ભારત ભ્રમણ કરીને બાદમા મૂતિઁ પૂજા નો વિરોધ કરીને સમય જતા વૈદિકધમઁ સ્થાપીને આયઁસમાજ ની સ્થાપના કરી હતી.
મૂળશંકર માંથી મહષિઁ દયાનંદ સરસ્વતી બનીને સામાજિક કુરિવાજો સામે બંડ પોકારી ક્રાંતિકારી સંત તરીકે જગતઆખા મા ડંકો દિધો હતો. દયાનંદ સરસ્વતી એ સૌપ્રથમ મુંબઈમાં આયઁસમાજ ની સ્થાપના કરી હતી. અને આઝાદ ભારત ના પ્રથમ સ્વપ્ન દ્વસ્ટા બન્યા હતા જેમા થી ગાંધીજી ભગતસિંહ ચન્દ્રશેખર સહીત ના એ પેરણા લીધી હતી. આજે દેશભર ના તમામ શહેરો મા સંસ્થા ની પ્રવૃતિ ધમધમે છે. ટંકારામા 1959 મા આયઁસમાજ ની સ્થાપના થઇ હતી.
ત્યારથી લઇને દરવષેઁ મહાશિવરાત્રિએ આયઁસમાજ સંસ્થા દ્વારા દયાનંદ સરસ્વતી ને આ દિવસે બોધ પ્રાપ્ત થયાનું માનીને આયઁવિચારકો ૠષિ બોધોત્સવદિન ઉજવે છે. લગાતાર ત્રણ દિવસ ઉજવાતા ત્રિદિવસીય કાયઁક્રમ મા દેશભરમાંથી વૈદિકધમઁ ને માનનારા આયઁસમાજીઓ ટંકારા ખાતે ઉમટી પડે છે. અને દયાનંદ ની પવિત્ર જન્મભૂમિ મા પધારી ધન્યતા અનુભવે છે.
રવિવારે પધારેલા આયઁસમાજીઓ દિનભર યજ્ઞ, સંસ્થાની પ્રવૃતિ અને વેદપ્રકાશ, ઉપનિષદ અને આયઁપંડિતો ના ઉપદેશ પ્રવચન ઉપરાંત અનેક વૈદિકસંસ્કૃતિ સાથે જોડાયેલા તમામ કાયઁક્રમ મા ભાગ લેશે. સોમવારે શિવરાત્રી ના દિવસે સવારે ભવ્ય સરઘસ આયઁસમાજ ટૃસ્ટ થી નિકળી શહેર ભરના રાજમાર્ગ ઉપર ફરીને આયઁપ્રવૃતી નો પ્રચાર પ્રસાર કરશે. આ દિવસે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપરાંત , સ્થાનિક ધારાસભ્ય લલિત કગથરા , કોંગ્રેસના જીલ્લા પ્રમુખ બ્રિજેશ મેરજા, વલ્લભ કથિરીયા સહિતના રાજકિય ખેરખાંઓ પણ ખાસ આમંત્રણથી અત્રે ઉપસ્થિત રહેશે. આ વેળાએ અનેક સાંસ્કૃતિક કાયઁક્રમો અને અંગ કસરત ના કરતબો આયઁ ગૂરૂકૂળ ના છાત્રો રજૂ કરશે.
ઉલ્લેખનીય છેકે, અગાઉ ઇન્દિરા ગાંધી થી માંડીને અડવાણી, નરેન્દ્ર મોદી. સહિતના રાજકિય અગ્રણી ઓ અહિ આવી ચુકયા છે. તો મોરારી બાપુ, શંભુમહારાજ સહિતના અનેક નામી સંતો પણ દયાનંદ ની જન્મભૂમિ ખાતે પધારી ચુકયા છે.


Advertisement