મોરબીમાં ટીવી, લેપટોપની ચોરી કરનાર તસ્કર ઝડપાયો : ચોરાઉ મુદામાલ જપ્ત

13 February 2018 03:07 PM
Morbi Crime
  • મોરબીમાં ટીવી, લેપટોપની ચોરી કરનાર તસ્કર ઝડપાયો : ચોરાઉ મુદામાલ જપ્ત

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.13
મોરબીમાં ચોરીના બનાવોનો હજુ સમ્યો નથી એવામાં ફરી મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ પટેલ ટ્રેડીંગ નામની દુકાનમાં ચોરી થઇ હતી જે મામલે દુકાનદારએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મોરબીના છાત્રાલય રોડ પર રહેતા ભાવેશ ભુદરભાઈ કગથરાની લાતી પ્લોટ વિસ્તારમાં પટેલ ટ્રેડીંગ નામની દુકાન આવેલ હોય જેમાં તા.10 ના રાત્રીના કોઈ અજાણ્યા શખ્સો દુકાનમાંથી લેનોવો કંપનીનું લેપટોપ,ચાર્જર ઉપરાંત ટીવી મળીને કુલ 27000 ની મત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ ભાવેશભાઈએ મોરબી એ. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.મોરબી એ.ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસમાં અજીત ઈસ્માઈલ જુણેજા (ઉ.28)રહે, મોરબી મહેન્દ્રપરા પાસેથી લેપટોપ,ટી.વી.મળી કુલ 27,000 નો મુદામાલ મળી આવ્યો હતો અને અજીત ઈસ્માઈલ જુણેજાએ આ ચોરી કર્યાની કબુલાત આપી હોય તેની અટકાયત કરવામા આવી હતી.પીઆઇ ચોધરી તથા ડી-સ્ટાફે આરોપીને દબોચી લઇને ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.


Advertisement