માળીયા(મીં)ના સુલતાનપુર ગામેથી વતન જતો મ.પ્ર.નો કિશોર ગુમ

13 February 2018 03:06 PM
Morbi Crime

અપહરણની ફરીયાદ નોંધાવતો પરિવાર : કબીર ટેકરીમાં જુગાર દરોડો

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી, તા. ૧૩ મુળ અેમપીનો વતની મજુર પરીવાર હાલ માળીયા(મીં) તાલુકાના સુલતાનપુર ગામે રહી મજુરી કરે છે. તે પરીવારનો પંદર વષૅનો સગીર પુત્ર અેક માસ પહેલા મોરબીથી તેમના વતન અેમપી જવા નીકળ્યો હતો જે પહોંચ્યો ન હોય પહેલા ગુમસુધા નોંધ બાદ અપહરણનો ગુનો નોંધાયો છે. માળીયા(મીં)ના સુલતાનપુર ગામે સુરેશ સવજીભાઈ કૈલાની વાડીઅે ખેતમજુરી કરવા અાવેલા જગદીશભાઈ રૂપસંગભાઈ મોરેભીલાલા અાદિવાસી(ઉ.વ.૪પ) મુળ રહે. દતોદા લાલઘાટી, તાલુકો મૌવ જીલ્લો ઈન્દોર (અેમપી) નો પંદર વષૅનો પુત્ર રામપ્રસાદ ગત તા. ૧૮/૧ના રોજ સુલતાનપુર ગામેથી અેમપી જવા અેકલો નીકળ્યો હતો. દાદીની તબિયત સારી ન હોય વતનમાં અેકલો જવા માટે ઘેરથી નીકળેલ રામપ્રસાદ ઉફેૅ રામલાલ (ઉ.વ.૧પ) તેના વતન પહોંચ્યો નથી. અને પરત સુલતાનપુર પણ અાવ્યો ન હોય પરીવારે ઘરમેળે શોધખોળ કયાૅ બાદ મળીયા(મીં) પોલીસમાં જાણ કરતા ગુમસુધા નોંધ થવા પામી હતી. દરમ્યાન અેક માસથી ગુમ થયેલા સગીરનો કોઈ અતોપતો ન હોય અંતે પીઅેસઅાઈ જે.ડી.ઝાલાઅે સગીરના પિતા જગદીશ અાદિવાસીની ફરીયાદ ઉપરથી અજાણ્યા ઈસમો વિરૂઘ્ધ કલમ ૩૬૩(અપહરણ)નો ગુનો નોંધી ગુમ થયેલા સગીર અને અપહરણકતાૅઅોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરેલ છે. અેલસીબી દારૂ મોરબીના જેતપર રોડ ઉપરથી અેલસીબીના સ્ટાફે દારૂ પીધેલી હાલતમાં નીકળેલ છગન ગોવિંદ ડાભી દલીત (ઉ.વ.ર૭) રહે. વેજીટેબલ મીલ પાસે મોરબીરુર પાસેથી ૧૧૭ લીટર દેશી દારૂ પણ જપ્ત કયોૅ હતો. તેની વિરૂઘ્ધ દારૂ વેંચવા અને પીવાનો ગુનો નોંધી તાલુકા પોલીસ હવાલે કરવામાં અાવ્યો હતો. વાહન અકસ્માત મોરબીના રફાળેશ્ર્વર રોડ જુના જાંબુડીયા પાસેથી ડબલ સવારીમાં બાઈક ઉપર જઈ રહેલા ભુપત ભીખાભાઈ સોલંકી અને રાણા ઉગાભાઈ મકવાણાને અાઈસર નંબર જીજે ૩અાઈ ૯૬૩૪ના ચાલકે હડફેટે લેતા બંનેને સારવારમાં લઈ જવાયા હતા. જયારે ગત તા. ૯/રના સાંજે પાંચેક વાગ્યાના અરસામાં નવા જાંબુડીયા ગામ નજીક વાંકાનેર હાઈવે ઉપરથી રોડ ક્રોસ કરી રહેલા ગબલાભાઈ ઉફેૅ શૈલેષ ધુમા બચુભાઈ નીનામા અાદિવાસી(ઉ.વ.રપ) રહે. લાલપર મુળ અેમપીને કન્ટેનર નંબર અેનઅેલ ૧ અેન ૪૮૬પના ચાલકે હડફેટે લેતા ગબલાભાઈ નીનામાનો પગ ચગદાઈ જતા રાજકોટ બાદ અમદાવાદ સિવિલે લઈ જવાયો હતો જયાં તેનો અોપરેશન દરમ્યાન પણ ગોઠણ સુધી કાપવો પડયો હતો. સારવાર બાદ ગબલાભાઈઅે ઉપરોકત નંબરના કન્ટેનર ચાલક વિરૂઘ્ધ ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસના નગીનદાસ નિમાવતે તપાસ હાથ ધરેલ છે. જુગારીઅો પકડાયા સીટી અે ડીવીઝન પોલીસે ગત મોડી રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં જાહેરમાં જુગાર રમી રહેલા કાસમ હાજી ખુરેશી મતવા (ઉ.વ.ર૭) રહે. રબારીવાસ, હુસેન નુરમામદ મતવા ખુરેશ (ઉ.વ.પ૧) રહે. કબીર ટેકરી, સેભા દેવશી મગવાનીયા કોળી(ઉ.વ.૩પ) રહે. વીશીપરા અને રજાક અબ્દુલ મીંયાણા (ઉ.વ.ર૦) રહે. મચ્છીપીઠની રોકડા રૂા. ૧૦,૧પ૦ સાથે અટકાયતો કરી હતી. યુવતી સારવારમાં મોરબીના બગથળા ગામે રહેતી દિવ્યાબેન મનસુખભાઈ ભુદરભાઈ પડસુંબીયા પટેલ(ઉ.વ.૧૮)અે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં અાવી હતી.


Advertisement