ફલ્લામાં ભાવભેર શિવરાત્રીની ઉજવણી શોભાયાત્રા નિકળી: ભાંગ પ્રસાદ વિતરણ

13 February 2018 02:57 PM
Jamnagar
  • ફલ્લામાં ભાવભેર શિવરાત્રીની ઉજવણી  શોભાયાત્રા નિકળી: ભાંગ પ્રસાદ વિતરણ

Advertisement

ફલ્લા તા. ૧૩ જામનગર તાલુકાનાં ફલ્લા ગામ તથા નજીકનાં ગામોમાં મહાશીવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં અાવી હતી. ફલ્લામાં વિ.હી.પ. તથા બજરંગદળ અાયોજીત શીપ શોભાયાત્રા નીકળી હતી. જે ગામનાં મુખ્યમાગોૅ પર ફરીને તપેશ્ર્વર મહાદેવનાં મંદિરે પૂણૅ થઈ હતી. ગામનાં તપેશ્ર્વર મહાદેવ, ફુલેશ્ર્વર મહાદેવ, હાટકેશ્ર્વર મહાદેવ, અનંતેશ્ર્વર મહાદેવ, નમૅદેશ્ર્વર મહાદેવનાં મંદિરે વહેલી સવારથી જ ભકતો ઉમટી પડયા હતા. ઠેરરુઠેર ભાંગપ્રસાદ વિતરણ, અારતી, મહાપુજા તથા ધુનરુભજનનાં કાયૅક્રમો યોજાયા હતા. નજીકનાં ગામોમાં પણ મહાશીવરાત્રીની અાસ્થાભેર ઉજવણી કરવામાં અાવી હતી.


Advertisement