ગીર-સોમનાથ જિલ્લામાં લોકઅદાલત યોજાઈ: ૬૯પ કેસોનો નિકાલ કરાયો

13 February 2018 02:54 PM
Veraval
Advertisement

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ તા. ૧૩ ગીર-સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે પ્રિરુલીટીગેશન કેસો તથા પેન્ડીગો કેસો માટે તાજેતરમાં નેશનલ લોક અદાલતનું અાયોજન કરવામાં અાવ્યું હતું. જે અંતગૅત રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળનાં માગૅદશૅન હેઠળ યોજાયેલ લોક અદાલતમાં ૬૯પ કેસોનો નિકાલ કરવામાં અાવ્યો હતો. અા કાયૅક્રમમાં ચેક રિટૅન, બેંક લેણા, વાહન અકસ્માત, લેબર, વીજબીલને લગતા કેસ, પાણી બીલને લગતા કેસ, સવિૅસ મેટર, લગ્ન સબંધી, જમીન સંપાદનને લગતા કેસો મુકવામાં અાવેલ હતા. જેમાં બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થતા પ્રિરુલીટીગેશન કેસો ૩૧૬, પેન્ડીગ કેસો ર૪ અને સ્પેશીયલ સીટીગમાં કેસો ૧૩ર મળી કુલ ૬૯પ કેસોનો નિકાલ કરાયો છે. તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં સેક્રેટરીશ્રી અે.અેમ. પાટડીયાની યાદીમાં જણાવાયું છે.


Advertisement