ગાંધીધામના પોશ વિસ્તારમાં જુગાર કલબ પકડાઈ: ત્રણ મહિલાની અટક

13 February 2018 02:53 PM
kutch Crime

રાપર, માંડવી સહિતના વિસ્તારમાં પણ જુગાર અંગે દરોડા

Advertisement

ગાંધીધામ તા. ૧૩ શહેરના પોશ વિસ્તારમાં મકાનમાં ધમધમતી જુગાર કલબ ઉપર સ્થાનિક પોલીસે મોડીસાંજે દરોડો પાડી ત્રણ મહિલાઅોને ઝડપી પાડી હતી. તો મહિલા અને અેક પુરુષ પોલીસને હાથતાળી અાપી નાસી છૂટયા હતા. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ અેરુડિવિઝન પોલીસે પૂવૅ બાતમીના અાધારે શહેરના ગુરુકુળ વિસ્તારમાં સિન્ધુવષાૅ ફાઉન્ડેશનમાં અાવેલા મકાનમાં સાંજે પ.૪પ વાગ્યાના અરસામાં દરોડો પાડયો હતો. તીનપત્તી વડે હારજીતનો જુગાર રમતી મહિલાઅો જયશ્રીબેન દિલીપ ધાલાણી, નલિનીબેન અશોકકુમાર, માકબાઈ કરશન ગઢવીને પોલીસે ઝડપી પાડયા હતા. જયારે જાન્વીબેન ઉફેૅ ગુડ્ડી અને રજાક અગરિયા નાસી છૂટયા હતા. ત્યાંથી રૂા. ર૪,૧૦૦ કબ્જે કરાયા હતા. બીજી બાજુ રાપર તાલુકાન કીડિયાનગર વિસ્તારમાં અાડેસર પાચા વેલા ભરવાડ, પ્રવીણ દિલીપ પરમાર, દેવા પેથા પરમાર, અખા ભીખા મકવાણા, લગધીર વણવીર પરમાર, બબા ચમરા ચાવડા, બબા વણવીર બીડિયા, હોથી કાના વાલ્મીકિ, શામજી લવજી વાલ્મિીકિ અને જાેગા રૂપા રબારી તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઈ રૂા. ૧૬,૮૦૦ રોકડા, ૧૦,પ૦૦ની કિંમતના ૯ નંગ મોબાઈલ સહિત ર૭,૩૦૦નો મુદામાલ કબ્જે કયોૅ હતો. અન્ય દરોડા માંડવીના બિદડા ગામમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગટંું ખેલતા કરસન જુમા સંધાર, છગન વિજલા પટ્ટણી (દાતણિયા), મમુ જુુમા સંઘાર, મંગલ જુમા સંઘાર, જુમા વાલા સંઘાર, કરસન પરબત સંઘાર અને સુલ્તાનસિંઘ કમરુદિન શેખ નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. અા શખ્સો પાસેથી રોકડા રૂા. ૪૧ર૦ તથા ચોર મોબાઈલ અેમ કુલ રૂા. ૬૧ર૦નો મુદામાલ જપ્ત કરવામાં અાવ્યો હતો. તો માતાના મઢના લીફરી ખાણના ટ્રક પાકિઁગ પ્લોટમાં પોલીસ ત્રાટકી હતી. અહી પત્તાં ટીચતા રવજી નાગજી જેપાર, મજીદ મામદ ભજીર, કનૈયાલાલ પરબત જયપાલ અને ઉમર ફકીરમામદ કુંભાર નામના શખ્સોને દબોચી રૂા. ૩૭૭૦ કબજે કરવામાં અાવ્યા હતા.


Advertisement