મુંદ્રામાં નીલગાય અાડી ઉતરતા કારને અકસ્માત: ઈજનેરનંુ મોત

13 February 2018 02:52 PM
kutch

ગાંધીધામમાં ગળાફાંસો ખાઈ પરિણીતાનો અાપઘાત

Advertisement

ગાંધીધામ તા.૧૩ મુંદ્રાના અદાણી પોટૅના પશ્ર્િચમ ગેટ નજીક અકસ્માતમાં ઘવાયેલા મુળ હરિયાણાના ઈજનેર અેવા અરૂણ ડાંગર (ઉ.વ.રપ) નામના યુવાનનંુ મોત થયંુ હતંુ. અેન.અેમ.ટી. નામની ખાનગી કંપનીમાં ઈજનેર તરીકે નોકરી કરનાર તથા કાર ચાલક દિલીપકુમારને ગત તા.૧૦/રના રાત્રે અકસ્માત નડયો હતો. અા ઈજનેર કામથી પરત પોતાના રૂમ પર અાવી રહયો હતો. દરમ્યાન તેમની કારને નીલગાય અાડી અાવતા તેને બચાવવા જતા કાર ઝાડમાં અથડાઈ હતી. જેમાં અા બન્ને યુવાનોને ગંભીર ઈજાઅો થતા સારવાર અથૅે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં અરૂણે સારવાર દરમ્યાન અાંખો મીંચી લીધી હતી. જયારે કાર ચાલક સારવાર હેઠળ છે. ગળેફાંસો ગાંધીધામના ખોડીયારનગરમાં રહેતા અાશાબેન પ્રકાશ દેવીપૂજક (ઉ.વ.ર૦) નામની યુવાન પરિણીતાઅે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. પ્રકાશ દેવીપુજક સાથે અેક વષૅ અગાઉ લગ્ન કરનારી અા પરિણીતા સાસરીયામાં સંયુકત પરિવારમાં રહેતી હતી. તેેણે ગત તા.૧ર/રના સવારે પોતાના ઘરે અા પગલું ભયુૅં હતંુ. અા પરિણીતા બીમાર રહેતી હોવાનંુ ફોજદાર અેસ.જે. ભાટીયાઅે જણાવ્યંુ હતંુ. પરંતુ હજુ સાચું કારણ બહાર અાવ્યંુ નથી.


Advertisement