સોમનાથના આંગણે ત્રિદિવસીય મહોત્સવનો 500 કલાકારોની શિવવંદના સાથે પ્રારંભ

13 February 2018 02:50 PM
Veraval
  • સોમનાથના આંગણે ત્રિદિવસીય મહોત્સવનો 500 કલાકારોની શિવવંદના સાથે પ્રારંભ

Advertisement

ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ મંદિર નજીક ચોપાટી પર ત્રિદિવસીય સોમનાથ ઉત્સવનો ગીર સોમનાથ જિલ્લા પ્રભારી અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાએ પ્રારંભ કરાવ્યો હતો.
તા.13 સુધી કાર્યરત રહેનાર આ મહોત્સવમાં 500 જેટલા કલાકારો દરરોજ સાંજે 7 કલાકથી શીવભકિત સાથે શીવવંદના, લોકનૃત્યો, સંતવાણી, તલવાર રાસ, મહેર રાસ, કાંગી નૃત્ય સહિતના કાર્યક્રમોથી લોકોને મંત્રમુગ્ધ કરશે.
રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના ઉપક્રમે આયોજીત મહોત્સવનો પ્રારંભ કરાવી મંત્રી રાદડીયાએ કહ્યું કે, ગુજરાત તેની આગવી સંસ્કૃતિ અને સભ્યતાની ગરીમાપૂર્ણ જાળવણી કરી ભવ્ય વિરાસતનો વારસો સાચવવા પ્રતિબધ્ધ છે. આથી જ દર વર્ષે લોક સંસ્કૃતિ અને લોકકલાના માધ્યમથી આપણી કલાઓને જીવંત રાખવા સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત સોમનાથના પ્રવાસી સુવિધામાં વધારો કરવામાં આવશે.
ઉત્સવનાં પ્રારંભે મેવાસી નૃત્ય, મીશ્ર હુડો રાસ, આદીજાતી નૃત્ય, સીદી ધમાલ અને પોરબંદરની પ્રખ્યાત મેર રાસ મંડળીએ તેમની કલા દ્વારા લોકોને રસ તરબોળ કર્યા હતા.
ત્રી-દિવસીય સોમનાથ મહોત્સવનાં પ્રારંભે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ રાજય બીજ નીગમના ચેરમેનથી રાજશીભાઈ જોટવા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, જિલ્લા કલેકટર અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, જીલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠીયા, લખમભાઈ ભેંસલા સહિત આગેવાનો લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારી પ્રદીપસિંહ રાઠોડ તેમજ જીલ્લા રમતગમત અધિકારી વિશાલ જોષીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Advertisement